________________
એકાદશ સગ:
૩૦૭ તે હું કદર વિનાનો ગણાઈશ; તેથી લેખવડે તેને જણાવીને સ્વજનોને મુક્ત કરાવું. શું શિયાળ સિંહ પાસેથી માંસને લઈ જઈ તેને રાખવાને સમર્થ થાય? કદાચ તે લેખથી નહિ છોડે તે પછી તેને નિગ્રહ કરતાં હું દોષિત નહિ થાઉં. શું પિતાને પાળેલો કુતરો પણ દૂધને અપવિત્ર કરે, તો તેને તાડન ન કરાય?”
આ પ્રમાણે વિચારી તેણે સિંહસારપર લેખ લખ્યો, તેમાં લખ્યું કે—“તે જે મારા પિતાનું સર્વસ્વ લુંટી લીધું છે, તે તારે જલદીથી અહીં મોકલી આપવું, અને જે અમારા સ્વજનાદિકને કેદ કર્યા છે, તેમને પણ એકદમ જલદીથી મુક્ત કરી સત્કારપૂર્વક અહીં મોકલવા. પરંતુ એ પ્રમાણે નહિ જ કરે તો હું તારો નિગ્રહ કરીશ; તે તારે યુદ્ધ કરવા સજજ થઈને રહેવું.
“આ પ્રમાણે લેખવડે તથા દૂતના મુખવડે પણ તેણે સિંહસારને જણાવ્યું. તે ત્યાં જઈ તે પ્રમાણે લેખ તથા સંદેશે આપે. તે જાણી ભય પામેલા સિંહસારે શ્રી વિજય રાજાનું સર્વ ધન તથા તેના સ્વજનાદિકને સત્કારપૂર્વક ભેટણ સહિત તત્કાળ મોકલ્યા. તેમ જ વિજય રાજાને દેશ જે પિોતે કબજે કર્યો હતો, તે પણ તેને પાછો સપી તે હકીકત વિનંતિપત્ર અને દૂત દ્વારા નિવેદન મોકલ્યું. દૂત સાથે પિતાના સ્વજને અને ધન આદિ આવેલું જોઈ પિતા અને પુત્ર આનંદ પામ્યા, તથા વિજ્ય રાજાએ પિતાને તે દેશ સ્વજનાદિકને આપી દીધો. - એક દિવસ માતાપિતાએ પુત્રને કહ્યું કે “હે વત્સ ! તું વિજયપુરથી નીકળ્યો ત્યારથી આરંભીને આજ સુધીનું તારું સર્વ વૃત્તાંત કહે.” ત્યારે મૂળથી જ પિતાનું ચરિત્ર પિતે કહેવાને નહિ ઈચ્છતા છતાં પણ માતાપિતાની આજ્ઞાના નંગથી ભય પામતા. કુમારે સર્વ વૃત્તાંત યથાર્થપણે કહ્યો.
વિવિધ પ્રકારનું, પ્રૌઢતાવાળું, ઉજજવળતાવાળું અને ઘણું આશ્ચર્યોથી ભરપૂર તે ચરિત્ર સાંભળી માતા પિતા તેટલે આનંદ પામ્યા કે જે આનંદ તેમના હૃદયરૂપી સમુદ્રમાં નહિ સમાવાથી તે વૃત્તાંતને કહેવારૂપ પ્રનાળવાટે ઉછળીને અનુક્રમે નગરને વિષે, દેશને વિષે અને આખી પૃથ્વીને વિષે પણ તે પ્રસરી ગયે. પછી પુત્રની ભક્તિથી ચમત્કાર પામેલા અને સર્વ રાજવર્ગથી સન્માન પામેલા વિજય રાજા ત્યાં જ સુખેથી રહ્યા. - શ્રીજયાનંદ રાજા પ્રજાને આનંદ આપતા છતા સ્વભુજાવડે ઉપાર્જન કરેલા મોટા સપ્તાંગ રાજ્યને ભેગવવા લાગ્યા. તેમને સમગ્ર પૃથ્વીતળને રંજન કરનાર અને સર્વોત્કૃષ્ટ ન્યાય તથા અશ્વર્યથી માટે થયેલો ઉજવલ યશને સમૂહ પૃથ્વી પર વિસ્તાર પામે.
Ag8\\ us