________________
૩૦૬
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર .
ભક્તો વસેલા છે. તેથી માગ માં મને કોઈ ઠેકાણે અડચણ આવી નથી; પર’તુ હે વત્સ ! મારા કેટલાક સ્વજનાદિક હજુ સુધી કારાગારમાં રહેલા છે, તેમને તાત્કાલિક સારસંભાળ કરવા તું સમ છે અને યોગ્ય છે.”
આ પ્રમાણે પિતાનું વૃત્તાંત સાંભળી ખેદ, આશ્રય અને હને પામેલા કુમારે કહ્યું કે—“ અહા ! ઉપકાર કરનાર ઉપર પણ સિંહનું આવું દુનપણુ' છે! પ્રાયે કરીને સત્પુરૂષો પાણી પાનારને પણ પિતાની જેમ આરાધે છે, પરંતુ જેએ દુષ્ટ હાય છે તેઓ તેા વારંવાર પ્રાણદાતારને પણ વૈરી જેવા જુએ છે. જીએ! ધૂમાડો કોઈ પણ પ્રકારે વાદળાનું સ્થાન પામીને વરસાદના જળવડે અગ્નિના એટલે પેાતાના પિતાના તેજને જ સમાવી દે છે. દુષ્ટ અને નીચ જન દૈવયેાગે જો કાંઈ પ્રતિષ્ઠા મેટાઈ ને પામે તે તે અવશ્ય પેાતાના સ્વજનને જ તિરસ્કાર કરનાર થાય છે.
પિતાજી ! તમે ખેદ કરશેા નહિ. હું તમારા પુત્ર તમારી આજ્ઞાને જ વશ છું, તેથી કેદ કરેલા તેની હું શિઘ્રપણે સારી રીતે સારસભાળ કરીશ, અપકાર કરનારને શિક્ષા આપીશ, દીનને ભિક્ષ! આપીશ અને ઉપકાર કરનારને સન્માન દઈ પ્રસાદ આપીશ.’’
આ પ્રમાણે કહેવાવૐ પિતાને આનંદ પમાડી તે ત્રણે સુભટાને ખેલાવી તેણે 'દીની જેમ તેમના સત્ત્વ અને સ્વામીભક્તિ વિગેરે ગુણાની પ્રશંસા કરી. તેમ જ કુટુંબ સહિત તેમને વસ્ત્ર અને અલંકારાદિકવડે સત્કાર કરી તુષ્ટમાન થયેલા તે કુમારે દરેકને એક એક દેશ આપી પ્રસન્ન કર્યો. કહ્યું છે કે——
“ આ સુવર્ણના પુષ્પવાળી પૃથ્વીપરથી ત્રણ માણસા જ તે પુષ્પાને ચૂંટે છે. એક શૂરવીર, ખીજો વિદ્યાવાન અને ત્રીજો જે સેવા કરવાનું જાણતા હાય તે.”
ત્યારપછી તુષ્ટમાન થયેલા તેએ રાજાની રજા લઈ તેના
મોકલેલ સુભટો સાથે
તપેાતાને આપેલા દેશમાં જઈ તેને સ્વાધીન કરી પાછા ત્યાં આવી અને રાજાની સેવા કરવા લાગ્યા. પિતાની સાથે આવેલા ખીજાઓને પણ કુમારે સારા ગ્રાસ આપ્યા. પછી સિ’હુસારના નિગ્રહ કરવા અને પેાતાના માણસાને મુક્ત કરવા વિજયપુરમાં જવાને ઇચ્છતા કુમારે વિચાર્યું કે—
“ તે દુષ્ટ સિંહસારે રાજ્યભ્રષ્ટ થવાના ભયને લીધે પિતા ઉપર આવું દુંટ આચરણ કર્યું છે; પરંતુ હમણા મેં જ તેને રાજ્યપર સ્થાપન કરાવ્યા છે, તા હમણા જ તેને નિગ્રહ કેમ થાય? કેમકે ઘડીકમાં દેવુ* અને ઘડીકમાં લઈ લેવું એમ કરવાથી