________________
અગ્યારમે સગર.
૩૦૫ - એક દિવસ તેણે એકાંતમાં વિચાર કરવાના બાનાથી મને બોલાવ્યો. ત્યારે મારા તેવા પ્રકારના કર્મને યોગે વિશ્વાસને લીધે હું એકલે જ તેની પાસે ગયો. તે જ વખતે પ્રથમથી તૈયાર રાખેલી સામગ્રીવડે મને શસ્ત્રધારી તૈયાર રાખેલા સુભટો પાસે બંધાવી કારાગારમાં નાખ્યો, અને તારી માતાને પણ કારાગારમાં જ રાખી.
મારાપર ભક્તિવાળા કેટલાક સુભટોને પણ તેણે વિશ્વાસ ઉપજાવી બાંધીને જુદા જુદા કારાગારમાં નાખ્યા, અને કેટલાક ખબર પડવાથી નાશી ગયા. પછી તેણે મારે મહેલ લૂંટી લીધું અને દેશ કબજે કર્યો. પછી મને છુટો કરીને કારાગારમાં જ રાખ્યો અને ફરતી સુભટોની ચોકી રાખી. મેં વિચાર કરતાં તેમ કરવાનું કારણ જાણ્યું કે મારે વિષે પ્રજાજનની પ્રીતિ જોઈ પોતાને રાજ્યલક્ષ્મીથી ભ્રષ્ટ થવાનો ભય થવાથી તેણે તેમ કર્યું હતું.
હવે સૂરદત્ત અને વીરદત્ત નામના મારા બે સેવકે મારાપર અતિ ભક્તિવાળા હતા, તેઓ કેઈપણ પ્રકારે નાશી ગયા હતા અને સિંહ રાજાને સેવક તથા મિત્ર જે ધીરરાજ નામને છે, તે મારે વિષે તે રાજાથી છાની રીતે એકાંત ભક્તિને ધારણ કરે છે, તેને ઘેર તે બન્ને સેવક થઈને રહ્યા હતા. “મિત્રની મૈત્રીની પરીક્ષા અવસરે જ થાય છે.” - પછી તે ત્રણે જણાએ તેના ઘરથી કારાગાર સુધી સુરંગ ખોદાવી, અને રાત્રીને એ વખતે નિપુણતાથી તેઓ તારી માતા સહિત અને તેને ઘેર લઈ ગયા. “અવસરે જ
ખરી સ્વામીભક્તિ જણાય છે, કે જે પ્રાણાદિકની પણ અપેક્ષા રાખતી નથી.” પછી તેઓએ પ્રથમથી જ સર્વ સામગ્રી તૈયાર રાખી હતી, તેથી અમે સર્વે ત્યાંથી નાશીને નીકળી ગયા. “સર્વ જાતનાં વિષમ કાર્ય પણ સત્ત્વવાન પુરૂષો સુખેથી સાધી શકે છે.”
- “સૂર્યના રથને એક જ ચક હોય છે, તેને સાત અશ્વો જોડેલા હોય છે, પણ તે સપરૂપી લગામથી બાંધેલા હોય છે, તે રથને ચલાવવાનો માર્ગ પણ આધાર રહિત એટલે આકાશમાં અધર છે, તે રથને હાંકનાર સારથિ-અરૂણ પણ ચરણ વિનાનો છે, તે પણ સૂર્ય હંમેશાં અપાર આકાશના છેડા સુધી જાય છે, માટે કિયાની સિદ્ધિ માત્ર મહાપુરૂષોના સવમાં જ રહેલી છે, કાંઈ સામગ્રીમાં રહેલી નથી.” - ત્યારપછી કુટુંબ સહિત ધીરરાજ, સુરદત્ત અને વરદત્ત સુભટની સાથે તથા તેમના સંકેતથી શીધ્રપણે મળેલા બીજા કેટલાકની સાથે પ્રથમથી સજ્જ કરી રાખેલ અધાદિક સામગ્રી વડે સુખે કરીને અહીં આવ્યા; કેમકે પ્રાયે સર્વ ઠેકાણે મારા જ