________________
૩૦૪
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર તે સાંભળી અકસ્માતુ વાદળા વિનાની વૃષ્ટિ જેવા તેમના આવ્યાના સમાચાર સાંભળી રાજાએ ઘણા હર્ષથી રોમાંચિત થઈ તેને પુષ્કળ દાન આપ્યું, અને તરત જ તેમના દર્શન કરવામાં અત્યંત ઉત્સુકતા થવાથી હાથી, અશ્વ કે પરિવારની રાહ જોયા વિના જ પગે ચાલતા તે ઉદ્યાનમાં ગયા. ત્યાં હર્ષના અથવડે પિતાના ચરણોનું પ્રક્ષાલન કરતા તેણે નમસ્કાર કર્યા. પિતાએ પણ તેને ઊભા કરી દઢ આલિંગન આપી તેના મસ્તકને સુંધ્યું. માતાએ પણ તે જ પ્રમાણે કરી તેને સેંકડો આશિષ આપી.
પછી પરસ્પર ક્ષેમકુશળના પ્રશ્નાદિકવડે સર્વે આનંદ પામ્યા. તેટલામાં તે વાત જાણો તેની ત્રણે પ્રિયાએ પણ પરિવાર સહિત શીધ્રપણે ત્યાં આવી ભક્તિથી સાસુસસરાને પગે લાગી. ગુણની ખાણરૂપ તે વહુઓને જોઈ તે બને એટલે બધે આનંદ પામ્યા કે જેથી તેઓ સેંકડો આશિષ કરીને પણ તે આનંદને અંશ પણ પ્રગટ કરી શક્યા નહિ. પછી રાજાનું સર્વ સૈન્ય આવી પહોંચ્યું; એટલે રાજાએ પિતાને હસ્તીપર આરૂઢ કર્યા, અને વહુઓથી જેના ચરણકમળ સેવાતા છે એવી માતાને સુખાસનમાં બેસાડ્યા, તથા પિતાના મસ્તક પર પિતે છત્ર ધારણ કર્યું.
આ રીતે લક્ષ્મીવડે સ્વર્ગને પણ જીતનાર એવા નગરમાં મહેદ્રની જેમ શ્રીજ્યાનંદકુમાર ગૌરવથી પિતાને પ્રવેશ કરાવી પિતાના મહેલમાં તેમને લઈ ગયા. ત્યાં પિતાને સિંહાસન પર બેસાડી પોતે પાપીઠ પર બેસી પિતાના ચરણકમળને પિતાના મેળામાં રાખી તેણે સભાસદોને અત્યંત રંજન કર્યા. પછી સર્વ રાજવર્ગોએ અને પિરિજનોએ તેની પાસે ભેટશું મૂક્યું, તેમને યથાયોગ્ય આલાપ અને દાનવડે સત્કાર કરી વિસર્જન કર્યા. પછી અવસર જણાવનાર અધિકારીએ જનાદિકનો અવસર જણાવ્યું, એટલે તે પિતા પુત્ર પરિવાર સહિત સ્નાન, જિનપૂજા અને ભોજન વિગેરે ક્રિયા કરી.
પછી અવસરે સ્નેહ અને ભક્તિથી પુત્રે પિતાને પૂછ્યું કે-“હે પૂજ્ય! અલ્પ ઋદ્ધિ અને અ૫ પરિવારથી આપનું અકસ્માતુ આગમન કેમ થયું?” ત્યારે દુઃખના અથથી જેના નેત્ર વ્યાપ્ત થયાં છે એવા તેના પિતાએ કહ્યું કે
“હે વત્સ! સાંભળ-સિંહને રાજ્ય આપી મારા ભાઈ તાપસ થયા, તે વખતે તેની સાથે જ હું તાપસ થતો હતો. પરંતુ પિતાના રાજ્યની વ્યવસ્થા કરવા માટે સિંહે મને અત્યંત પ્રાર્થનાપૂર્વક ભક્તિ અને વિનયવડે પિતાની પાસે રાખે. હું તેના પર વાત્સલ્ય રાખતા હતા અને તે મારા પર ભક્તિ દેખાડતું હતું, પરંતુ હું તે માયાવીનું મન જાણુ શક્યો નહિ.
\\\\ld!હે છે