________________
અગ્યારમે સગ.
૭૦૩ મમતા રહિત અને વિષયાદિકમાં પૃહા રહિત એવા શ્રીપતિ રાજા હૃદયમાં વિવેકસૂર્યને ઉદય થવાથી મેહરૂપી અંધકારના સમૂહને નાશ કરી, સ્નાનાદિક માંગલિક આચાર કરી, સર્વ અંગે વિભૂષિત થઈ ઉજવળ છત્ર અને ચામરોની શ્રેણીથી શોભતા, પગલે પગલે દાન આપતા, વાજિત્રોના નાદથી આકાશને ગજાવતા, પ્રશંસા કરવામાં વાચાળ એવા સર્વ સ્વજનોથી પરિવરેલા, સ્ત્રી જનોથી મનોહર ધવળ માંગલિક ગીતે વડે હર્ષ પામતા, કરેડા ગજ, અશ્વ અને સુભટોથી સેવાતા, આગળ બંદી અને ગાયકવડે વિવિધ પ્રકારે ગુણગાન કરાતા, તેનું મહાસત્ત્વ જોઈ આશ્ચર્ય પામેલા દેવોથી સ્તુતિ કરાતા અને ગોત્રના વૃદ્ધ જને તથા વૃદ્ધ સ્ત્રીઓથી આશીર્વાદવડે પ્રસન્ન કરાતા તે રાજા ઉદ્યાનમાં ગયા. ત્યાં તેણે સર્વ જીવોને ખમાવી પિતાને હાથે મસ્તકના કેશને લોન્ચ કરી ગુરૂને વંદન કરીને * વિનંતિ કરી કે
હે પૂજ્ય ! અમને આ સંસારસાગરથી શીધ્રપણે તાર–પાર ઉતારે.” ત્યારે ગુરૂએ આગમમાં કહેલી વિધિપૂર્વક એક હજાર ભવ્ય પુરૂષ અને સ્ત્રીઓ સહિત તે રાજાને દીક્ષા આપી, તથા ઉપદેશ દ્વારા ગ્રહણ અને આસેવના એ બંને પ્રકારની શિક્ષા પણ આપી. પછી શ્રીજયાનંદરાજા વિગેરે સર્વ જન ગુરૂને અને નવા મુનિઓને નમસ્કાર કરી તેમના ગુણની સ્તુતિ કરતા પિતપિતાને સ્થાને ગયા. પછી ગુરૂની સાથે વિહાર કરતા, બાર પ્રકારના તપ કરતા અને સિદ્ધાંતને અભ્યાસ કરતા તે રાજર્ષિ અનુક્રમે ગીતાર્થ થયા.
તેમને એગ્ય જાણી ગુરૂએ આચાર્યપદે સ્થાપન ક્ય, અને તેમની સાથે દીક્ષિત થયેલા મુનિઓને તેમના પરિવાર તરીકે સેપ્યા. ત્યારપછી તે રાજર્ષિ ભવ્ય જીને પ્રતિબંધ કરતા પૃથ્વી પર ચારેબાજુ વિચરવા લાગ્યા. અનુક્રમે યોગના પ્રભાવથી તેમને ઘણી લબ્ધિઓની સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. તેનાથી શ્રીજૈનશાસનની પ્રભાવના કરતા તે સૂરિ
ગની શુદ્ધિથી કેવળજ્ઞાન ઉપાર્જન કરી અનુક્રમે મેક્ષલક્ષ્મીને પામ્યા. - હવે શ્રીજયાનંદરાજા અનેક રાજાઓથી સેવાતા અને વિવિધ દેશોને સાધતા રાજ્યસંપદાથી વૃદ્ધિ પામવા લાગ્યા. મોટા ઐશ્વર્યવાળા તે રાજાએ અભયદાન, અલ્પ કર, નીતિ, દાન અને રક્ષણ વડે શ્રી જૈનધર્મને ઉન્નતિ પમાડ્યો, તથા તેણે પ્રજાને એવી રીતે સુખી કરી કે જેથી નિરંતર આનંદમાં જ મગ્ન થયેલી તે પ્રજા દેવોને તથા ઇંદ્રને પણ તૃણ સમાન માનવા લાગી.
એક દિવસ ઉઘાનપાળે આવી શ્રી જયાનંદ રાજાને નમન કરી વિનંતી કરી કે – “હે સ્વામી ! અલ્પ પરિવારવાળા તમારા માતાપિતા નગરીના ઉદ્યાનમાં આવ્યા છે.”