________________
3०२
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર વિપત્તિઓને નાશ કરનાર શ્રીજિનેશ્વરદેવે ઉપદેશેલા ધર્મનું જ તમે સેવન કરો, અને તેનાથી શીઘપણે મોક્ષમાં નિવાસ કરવાને લાયક થાઓ.
જે સંસારમાં બાહ્ય તથા અત્યંતર શત્રુ અને મિત્રને ભેદ જાણી શકાતું નથી, તે સંસારમાં સુખ ક્યાંથી હોય? તેમાં મહાદિક અત્યંતર શત્રુ છે. તેના વશથી આ ભવ તથા પરભવમાં માતાપિતા વિગેરેને સંયોગ થાય છે, અને તેના મોહમાં જીવ લીન થાય છે.
તેથી હે ઉત્તમ પુરૂષ! તે મહાદિકનો તમે ત્યાગ કરો. સંગ વિગેરે અત્યંતર મિત્ર છે, તેના વશથી આભવ અને પરભવમાં આ જીવને સદ્ગુરૂ આદિકને સંગ થાય છે, તેથી તે ઉત્તમજને ! તે સંવેગાદિકનું સેવન કરો. આ પ્રમાણે કરવાથી દુઃખરૂપી શત્રુ તમને ભય આપનાર નહિ થાય. મમતા રહિત અને સર્વ સંગનો ત્યાગ કરનાર મનુષ્ય જ મોક્ષસુખમાં લીન થાય છે.”
આ પ્રમાણે ત્રણ જ્ઞાનને ધારણ કરનાર ગુરૂના મુખથી ધર્મદેશના સાંભળીને ઘણા ભવ્ય છાએ પ્રતિબંધ પામી શ્રીજૈનધર્મ અંગીકાર કર્યો, તેમાં કેટલાકે શ્રાવકધર્મ, કેટલાકે સાધુધર્મ, કેટલાકે સમ્યક્ત્વ અને કેટલાકે કંદમૂળ વિગેરેના ત્યાગરૂપ અભિગ્રહ કર્યા. રાજાએ અત્યંત સંવેગ થવાથી વિચાર કર્યો કે–
અહો! મેં તો બાહ્ય શત્રુ-મિત્રને પણ ઓળખ્યા નથી, તો અત્યંતર શત્રુમિત્રને તે શી રીતે જાણી શકું? તેથી સર્વ પ્રકારના બાહ્ય અને અત્યંતર પરિગ્રહને ત્યાગ કરી હું જેની દીક્ષા ગ્રહણ કરું કે જેથી સમગ્ર શત્રુસમૂહથી મુક્ત થાઉં.” આ પ્રમાણે વિચારી તેણે ગુરૂને કહ્યું કે
હે પૂજ્ય ! રાજ્યની વ્યવસ્થા કરીને તમારી પાસે ચારિત્ર ગ્રહણ કરીશ.” ગુરૂએ કહ્યું—“હે રાજા! પ્રમાદ રહિત થઈને ઈષ્ટ કાર્યને કરે.” .
ત્યારપછી શ્રીપતિ રાજા ગુરૂને નમી પિતાના મહેલમાં આવ્યા. ત્યાં સર્વ રાજવર્ગને સમજાવી પિતાને પુત્ર નહિ હોવાથી બળાત્કારે શ્રીજયાનંદકુમારને રાજ્યપર સ્થાપન કર્યા, અને તેને રાજનીતિની શિક્ષા આપી. પછી શ્રીજયાનંદકુમારે શ્રીપતિ રાજાને દિક્ષા મહોત્સવ કર્યો.
એક માસ સુધી અમારીને પટહ વગડા, સંઘની વિવિધ પ્રકારે પૂજા ભક્તિ કરી, ચૈત્યને વિષે અષ્ટાક્ષિક મહોત્સવ કર્યો, દીન જનને ઈચ્છિત દાન આપી તૃપ્ત કર્યા. પછી ગુરૂ મહારાજની વૈરાગ્યમય દેશનાથી પ્રતિબંધ પામેલા રાજપુત્રાદિક પાંચ પુરૂષ સહિત, તથા પ્રતિબંધ પામેલી પાંચસે રાણીઓ સહિત, રાજ્ય અને સ્ત્રી આદિકમાં