________________
અગ્યારમે સગ.
૩૦૧ ચાલી જાય છે. ભાઈ રાજ્યને ગ્રહણ કરતો નથી, અને રાજ્યને લાયક શ્રીજયાનંદકુમાર પણ આવતો નથી; અથવા તો પિતાની ભુજાથી ઉપાર્જન કરેલી લક્ષ્મીવડે યુક્ત એવો તે કુમાર રાજ્ય લેવા માટે કેમ આવે? શિયાળની જેમ સિંહ બીજાએ ઉપાર્જન કરેલું માંસ ખાતે નથી. અથવા તો પછીથી પણ તે જ અવશ્ય રાજ્યને રાજા થવાનું છે, જ્ઞાનીનું વચન અસત્ય થાય નહિ; કારણકે જ્ઞાનીનું વચન તેના ચરિત્રને મળતું આવે છે.
આ સિંહને રાજ્ય માટે જ તેણે અહીં મોકલ્યો છે એમ હવે સંભવે છે, અને રાજ્ય માટે જ આ પાપીએ તેના ઉપર દુષ્ટ ચેષ્ટા કરી છે તથા વારંવાર તેણે મરણાંત આપત્તિઓ અનુભવી છે, તેથી તે કાંઈક દેષરહિત થયે હશે, માટે એને જ રાજ્ય આપું, અને ત્યાંસુધી એને સારી શિક્ષા આપવા માટે મારા ભાઈ વિજયરાજને તેની પાસે રાખું. જે તે સિંહસાર પ્રજાને પીડનાર થશે, તે તે શ્રીજયાનંદ સહન નહિ કરે.”
આ પ્રમાણે મનમાં વિચારી રાજાએ સિંહને રાજ્યપર સ્થાપન કર્યો, અને કેટલાક દિવસ માટે પ્રાર્થના કરીને પૂર્વની જેમ ભાઈને તેની પાસે રહેવા કહ્યું. સિંહે પણ રાજ્યતંત્ર ચલાવવા માટે પ્રાર્થનાપૂર્વક તેમને પોતાની પાસે રાખ્યા. ત્યારે તે પણ દાક્ષિણ્યતાથી અને પુત્રને મળવાની આશાથી રહ્યા. પછી શ્રીમાન જયરાજા વનમાં જઈ મહાજ, નામના ગુરૂ પાસે તલસી દીક્ષા લઈને તહસના વ્રતવાળા થયા, તેનું નામ રત્ન તાપસ રાખવામાં આવ્યું. - અહીં શ્રીપતિ રાજાએ રાજ્યચિંતાથી વિમુખ થઈ ધર્મક્રિયા વડે કેટલાક સમય નિર્ગમન કર્યો. તેવામાં એકદિવસ વનપાળે આવી તેમને પ્રણામ કરીને કહ્યું કે—
હે સ્વામી ! આપણું ઉઘાનમાં ધર્મપ્રભ નામના આચાર્ય ભગવંત પધાર્યા છે.” તે સાંભળી પહેલેથી જ સંવેગ પામેલા રાજાએ દૂધમાં સાકરની જેમ ગુરૂનું આગમન સાંભળી વધામણી આપનારને સારું દાન આપ્યું. પછી સમગ્ર સામગ્રી તૈયાર કરી ઇંદ્રની જેમ હસ્તીપર આરૂઢ થઈ કુમાર, શ્રેષ્ઠી, સામંત અને મંત્રી વિગેરે પરિવાર, નગરના જને અને અંતઃપુરસહિત મસ્તક પર છત્ર ધારણ કરાવી મનહર ચામરેથી વીંઝાતા. અને વાજિંત્રો વડે આકાશને ગજાવતા શ્રીપતિ રાજા ગુરૂને વંદન કરવા ઉદ્યાનમાં આવ્યા.
ગુરૂને જોતાં જ હસ્તીપરથી ઉતરી પાંચ પ્રકારના અભિગમ વિગેરે જાળવી ત્રણ પ્રદક્ષિણાપૂર્વક ગુરૂને તથા તેમના પરિવારને વંદના કરી નગરજનો અને પરિવાર સહિત
ગ્ય સ્થાને બેઠા, ત્યારે ગુરૂએ તેને ધર્મલાભની આશિષવડે સંતેષ પમાડી આ પ્રમાણે ધર્મોપદેશ આપ્ય–
હે ભવ્ય છે ! સમગ્ર સુખસંપત્તિને આપનાર અને સંસારમાં ઉત્પન્ન થતી