________________
560
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર કારણમાં શ્રીપતિ રાજાને આગ્રહ કહ્યો. પછી તે બંને ભાઈઓએ ગ્યતા પ્રમાણે સિંહસારને બોલાવી કુશળ સમાચાર પૂછી હર્ષ પમાડ્યો, અને પ્રધાને આપેલે કુમારને વિનંતિપત્ર રાજાએ ઉંચે સ્વરે વાંચ્યું –
સ્વસ્તિ શ્રી શ્રીજિનેશ્વરદેવને નમસ્કાર કરી શ્રેષ્ઠ વિજયપુર નગરમાં રહેલા પૂજ્ય, આરાધવા લાયક, પિતા શ્રીવિજયાદિક પરિવારથી સેવાતા કાકા શ્રીજય નામના રાજાને લક્ષમીપુર નામના નગરથી શ્રીજયાનંદકુમાર ભક્તિવડે સાષ્ટાંગ પ્રણામ કરી મસ્તકે બે હાથ જોડી વિધિપૂર્વક વિનમ્ર થઈ હર્ષવડે વિનંતિ કરે છે કે –
પૂજ્યપાદના ધ્યાનને પ્રભાવથી મારું શ્રેય છે-હુ ખુશીમાં છું. તમારો પ્રસાદ મારા હદયરૂપી સમુદ્રને ઉલ્લાસ કરવામાં ચંદ્રની સ્ના સમાન છે. તમારા વિચગરૂપી અગ્નિથી તાપ પામેલા મને તમારા લેખરૂપી મેઘ સ્નેહના વાક્યરૂપ અમૃતની વૃષ્ટિવડે સિંચન કરીને જીવાડ્યો છે. વળી પહેલેથી પણ હું જીવું છું, તેમાં મારા હૃદયને વિષે રહેલા આપ પૂજ્યના ચરણકમળની શીતળતાના પ્રભાવથી ઉત્પન્ન થયેલા પ્રભાવ જ કારણભૂત છે. | મારા વિયેગને નહિ સહન કરતા આપને હું અલ્પ અક્ષરવડે વિનંતિ કરું છું કે મારું મન પૂજ્યના ચરણકમળમાં જ એકલીન થયું છે, તેથી હું આપના ચરણકમળને ચોગ્ય અવસરે પ્રણામ કરીશ, અને ત્યાં સુધી તે સ્થાનને ઉદ્દેશીને હાલમાં ભાગ્યદયને પામેલા સિંહસાર કુમારને ગુણની સંપત્તિ પ્રાપ્ત થવા માટે મેં ત્યાં મોકલ્યો છે, તેને નિરંતર સારી શિક્ષા આપશે. મારા પિતાદિકને મારા નમસ્કાર કહેશે. શુભને પામેલે મારો પરિવાર પૂજ્ય એવા આપને નમસ્કાર કરે છે.”
આવી કુમારની વિનંતિથી અને તેના નહિ આવવાથી તે બંને ભાઈઓ પરિવાર સહિત એકી સાથે હર્ષ અને ખેદ પામ્યા. પછી રાજાના પૂછવાથી પ્રધાન પુરૂષોએ પદ્મરથ રાજાની પુત્રીને પાણિગ્રહણથી આરંભીને ધીર અને ઉદાર હકીકત સહિત કુમારના પરિવાર પાસેથી જાણેલું તેનું સર્વ ચરિત્ર અને સિંહસારનું તેવા પ્રકારનું અપકૃત્યાદિ સર્વ ચરિત્ર કહી બતાવ્યું.
તે સાંભળી તે બંને રાજા સભાસદે સહિત વિચિત્ર આનંદમય થયા અને તેમણે મનમાં એકની પ્રશંસા અને બીજાની નિંદા કરી. પછી રાજાએ સન્માનપૂર્વક તેઓને રજા આપી, એટલે સિંહકુમાર અને તે પ્રધાન પિતાપિતાને સ્થાને ગયા, અને બને રાજાઓ પણ સમયને યોગ્ય કાર્યમાં પ્રવર્યા.
એક દિવસ શ્રીય રાજાએ વિચાર કર્યો કે–“તપ કરવાને ચગ્ય મારી વય
*:28.