________________
અગ્યારમે સર્ગ, અને ઈચ્છા વિના પણ રાજાએ સ્નાન, પૂજા અને ભજન વિગેરે કર્યું. પછી રાજ્યની ચિંતાદિક નહિ કરતો અને પિતાના પાપની શુદ્ધિને ઈચ્છતો આસક્તિરહિત રાજા ગુરૂના આગમનની રાહ જોતો રહ્યો અને ગધેડા પર બેસાડવા આદિક ચારની રીતે સિંહસારનો વધ કરવા સુભટોને આજ્ઞા કરી, એટલે તેઓએ તેમ કરવાનો આરંભ કર્યો. તે જાણી કુમારે મંત્રીઓ દ્વારા રાજાને વિજ્ઞપ્તિ કરી કે –
“સિંહ મહાકુળમાં ઉત્પન્ન થયો છે, વળી તેના ઘાતથી પિતાદિકને દુઃખ થશે માટે તેને મારે એગ્ય નથી.” એમ કહી તેને મૂકાવ્ય.
એક દિવસ પ્રધાનોની પ્રેરણાથી કાકા વિગેરેને મળવા અત્યંત ઉત્સુક થયેલા કુમારે જવા માટે શ્રીપતિ રાજાની રજા માગી. ત્યારે રાજાએ કહ્યું કે–“હે વત્સ ! જે તારે જવું હોય તે સુખેથી જા પણ મારા પ્રાણ સાથે લેતે જા, કારણ કે મારા પાપથી જાણે ઉદ્વેગ પામ્યા હોય તેમ આ પ્રાણ તારા વિના રહેવાના નથી.” તે સાંભળી ભય પામેલે કુમાર બોલ્યો કે
તમને અસ્વસ્થપણે મૂકીને હું જવા ઈચ્છતા નથી, કારણ કે મારા પિતાદિક તમારાથી કાંઈ વિશેષ નથી.” એમ કહી રાજાને નમી કુમાર પિતાના મહેલમાં આવી વિચાર કરવા લાગે કે –“હમણાં જે હું જઈશ તે આ રાજા નેહને લીધે અવશ્ય મરણ પામશે. વળી હાલમાં વિશેષ કરીને નવા દુઃખને પામેલ છે, તેથી અવશ્ય તેના પ્રાણ જતા રહેશે. તેને હમણાં રાજ્યને વિષે પણ તેવા પ્રકારની ઈચ્છા જણાતી નથી, પરંતુ મારા ગુણની વાર્તાથી તે કાંઈક સ્વસ્થ રહે છે. તેથી હમણાં અધિક નેહ પામેલા તેને મૂકીને મારે જવું યોગ્ય નથી. વળી આ સિંહસારે રાજ્યના લેભથી જ આ પ્રમાણે પાપ કર્યું છે, તેથી પિતાના રાજ્યને પુત્ર જ લાયક હોય છે. બીજાને હક મારે શા માટે લેવા જોઈએ? માટે આને જ હું એકલું, કે જેથી દુઃખી થયેલે તે આનંદ પામે.”
આ પ્રમાણે વિચાર કરી કુમારે સિંહને કહ્યું કે–“હે ભાઈ! તું જા. પિતાની રાજ્યલક્ષ્મી ભગવ, હું હાલમાં નિઃસ્પૃહ હોવાથી ત્યાં નહિ આવું.”
એ પ્રમાણે કહી તેને વિદાય કર્યો અને પ્રધાનોને પણ યુક્તિવડે સમજાવી તેમને પ્રસન્ન કરી કાકાને લાયક વિજ્ઞપ્તિને લેખ લખી આપી વિદાય કર્યા. એટલે તેઓ કુમારની સમૃદ્ધિ, સત્કાર, સ્નેહ, વાણી અને સંદેશાદિકવડે ખુશ થઈ સિંહ સહિત વિજયપત્તનમાં ગયા. ત્યાં તેઓએ બંને રાજાને નમસ્કાર કરી કુમારનો સંદેશ તથા તેના નહિ આવવાના