________________
૨૯
શ્રી જયાનંદેં કેવળી ચરિત્ર કરી રાજકુમાર વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ તમે ન કર્યું હોત, તે અમારી દુસ્તર પ્રતિજ્ઞારૂપી સમુદ્રના પારને કાણુ ઉતારી શકત ? વિશ્વમાં ઉત્તમ એવા પતિનું તમેજ અમને દાન કર્યુ છે—તમેજ મેળવી આપેલ છે, તેથી હું પિતાજી ! તમે આનંદ પામેા, અને વિધિના વશથી માત્ર એકજ ભૂલ થઈ, તેથી તમે હૃદયમાં અત્ય’ત ખેદ ન પામે.’
આ પ્રમાણેનાં પુત્રીઓનાં વચન સાંભળી રાજા ખેાલ્યેા કે— “ પ્રજા કુપ્રા થાય પણ પિતા કુપિતા થતા નથી એ કહેવતને તમે વિપરીત કરી, તેથી હું ખુશી થયે છું; તાપણુ જમાઈ ને મુખ દેખાડતાં હું લાજું છું. ”
આ પ્રમાણે રાજાએ કહ્યું, ત્યારે તેઓએ જઈ પેાતાના પતિને તે સ વૃત્તાંત કહી તેને રાજા પાસે મેાકલ્યા. એટલે ઉદાર ચરિત્રવાળા શ્રીજયાન દકુમાર ખડુ.જલ્દીથી રાજા પાસે આવી નમસ્કાર કરી લજ્જાથી નમ્ર મુખવાળા રાજાના વિલખાપણાને દૂર કરવા કહ્યું કે—
“ હે રાજન ! ત્રણ કન્યાએ અને રાજ્યના દેવાથી તમે મારાપર સમુદ્ર જેટલેા ઉપકાર કર્યાં છે, શું વિધિથી પ્રેરાયેલા ખળ માણસથી ઉત્પન્ન થયેલી ધૂળની મુડી જેટલી એક ભૂલથી કદાપિ કલુષતાને પામી શકે ?
આ સસારમાં કયા ડાહ્યા પ્રાણીએ ભ્રાંતિથી સ્ખલના નથી પામ્યા ? લેાકમાં પણ સભળાય છે કે શંકરે ભ્રાંતિથી પોતાના પુત્રનું મસ્તક છેલ્લું હતુ. ભરતચક્રી અને ખાડુખળી બન્ને ભાઈ એએ પરસ્પર ઘાત કરવાના ઉપક્રમ કર્યાં હતા, તેનાથી ઉત્પન્ન થયેલું પાપ જેમ નાશ પામ્યું', તેમ ચિત્તના ઉપક્રમથી ઉત્પન્ન થયેલું પાપ પશ્ચાત્તાપાદિવડે નાશ પામે છે.
તા હે રાજન ! વૃથા ખેદ શા માટે કરેા છે ? ખેદ તજીને પોતાનાં કાર્યો કરવા લાગા. તમે સ્વસ્થ હશે! તાજ પ્રજા પણ સ્વસ્થ રહેશે. ” આ પ્રમાણેનાં કુમારના વચન સાંભળી રાજાને કાંઈક શાંતિ વળી ને આનદ ઉત્પન્ન થયા. તે એલ્ચા કે
“ હે વત્સ ! તારી વાણીરૂપી અમૃતની વૃષ્ટિવડે મારા દુઃખતાપ નાશ પામ્યા છે. જો તારાં મન, વાણી અને ક એ બે હાત તે તેએજ પરસ્પર ઉપમાનને પામત, અન્યથા પૃથ્વીને વિષે ખીજુ કાઈ તેનુ` ઉપમાન છે નહિ. જગતમાં મારી જેવા કાઈ અવિવેકી નથી અને તારી જેવા કાઇ ભાગ્યવાન નથી, તા પણ તુ અનર્થ આપનાર ખળના સંગ કરીશ નહીં. ”
તે સાંભળી ‘ બહુ સારૂં' એમ કહી રાજાને નમી કુમાર પોતાને સ્થાને ગયેા,
-----