________________
૨૯૭
અગ્યારમે સગ. જ હુંશિયાર પ્રધાને વેગથી તે ખર્શ રાજા પાસેથી ઝુંટવી લીધું. પછી શતબુદ્ધિ પ્રધાને કહ્યું કે
હે રાજન ! આવું અગ્ય કૃત્ય કેમ કરે છે? તમે જગતના જીવન છે, ન્યાયસંપત્તિના આધાર છો, અને ધર્મની ઉન્નતિને કરનાર છે, તે આવા મુગ્ધપણુથી મરવા માટે કેમ તૈયાર થાઓ છો? અમુક સંજોગોમાં કોની બુદ્ધિ ભ્રમિત થતી નથી? કર્મથી કોણ ખંડિત થયે નથી ? શું ભરતચક્રીએ ભાઈને હણવા માટે ચક નહોતું મૂકયું? તેજ શાસ્ત્રજ્ઞ અને વિવેકી કહેવાય કે જે અશુભ કર્મના ઉદયથી મુંઝાઈ જતે નથી, કર્મનાજ વશથી આખું વિશ્વ સિંઘ અને અનિંદ્ય પ્રવૃત્તિ કરે છે.
વળી હે રાજન ! મૃત્યુવડે પાપની શુદ્ધિ થતી નથી, પણ તપ વિગેરે શુભ કાર્યોથી જ શુદ્ધિ થઈ શકે છે, કેમકે પાપકર્મને આત્માની સાથે સંબંધ છે, અને મૃત્યુ તે માત્ર શરીરનું જ હરણ કરે છે. તેથી તે સ્વામિન્ ! ગુરૂના કહેવા પ્રમાણે પાપનું પ્રાયશ્ચિત્ત લઈ આત્માની શુદ્ધિ કરે અને તે પ્રાયશ્ચિત્ત જીવતાંજ થઈ શકશે,
માટે હે પ્રભુ! તમે ચિરકાળ જીવતા રહે.” આ પ્રમાણે તેના કહેવાથી રાજા કાંઈક સ્વસ્થ થયે, તે પણ દુઃખથી રૂદન કરતો અને જુદા જુદા વિકલ્પોથી પીડા પામતે તે ભેજનાદિકને પણ ઈચ્છતા નહોતા.
બનાવની નાટય સુંદરી આદિ ત્રણે બહેનેને ખબર પડતાં તુરત જ ત્યાં આવી પિતાના ચરણોમાં પ્રણામ કરી કહ્યું કે–હે પિતાજી ! તમારું આ શું અનુચિતપણું! મહાપુરૂષને અત્યંત હર્ષ કે વિષાદ કરો એગ્ય નથી. સમુદ્રને વૃદ્ધિ અને હાનિથી ઉત્પન્ન થતો ઉલ્લાસ કે સંકોચ હોતો નથી.
હે પ્રભુ ! આ બાબતમાં તમારે લેશ પણ દેષ નથી, દેષમાત્ર બળ પુરૂષને જ છે, નિરંતર વહેતા જળના પ્રવાહવડે દ્રઢ એ પર્વત પણ ભેદાય છે.” તે સાંભળી નીચું મુખ કરી રાજા બોલ્યો કે –
હે પુત્રીઓ ! હું તમને મારું મુખ દેખાડવા શક્તિમાન નથી, અને તમે પણ તેને જોવા યોગ્ય નથી. તેથી દૂર રહીને બોલે. મેં પાપીએ પિતાની પુત્રીઓના વૈધવ્યની પણ ઉપેક્ષા કરી કેવું દુષ્ટ કર્મ પ્રારબ્યુ? હવે હું જમાઈને અને તમને મારૂં મુખ શી રીતે બતાવી શકું?” - તે સાંભળી તેઓ બોલી કે –“હે પિતા ! વારંવાર આ વૃથા ખેદ શા માટે કરે છે! તમેજ અમને મોટી સંપદા આપી છે કેમકે આટલે બધે ધનનો વ્યય
રિક
' 'MINARY -