________________
૨૯૪
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
ઃઃ
“ અહીં કુમારની જે આ દાનીલીલા છે તે કાંઈ આશ્ચર્યકારક નથી; કેમકે પ્રાયે કરીને પુત્રા પિતાને જ અનુસરનારા હેાય છે. ” કાઈ એ હાસ્યપૂર્ણાંક કહ્યું કે— આ યુદ્ધાદિકના સમગ્ર આરંભ ચંદ્રબુદ્ધિના શુભક વડે તેનાજ લાભને માટે થયે..” આ પ્રમાણે સ` હકીકત સાંભળી રાજાના મનમાં વિસ્મય, આનંદૅ અને ખેદ વિગેરે ઘણા રસા મિશ્રિત થયા, તેથી તે કાંઈ પણ ખેલી શક્યો નહીં, તેટલામાં દ્વારપાળે આવી રાજાને કહ્યુ કે—“ હું સ્વામી ! શ્રીજયરાજાના પ્રધાનપુરૂષા કુમારને ખેલાવવા માટે તમારી સભાના દ્વારમાં આવ્યા છે. ’
તે સાંભળી રાજાએ તેમને અંદર પ્રવેશ કરાવવાની આજ્ઞા આપી, ત્યારે દિવ્ય અલંકાર અને વસ્ત્રને ધારણ કરનારા તે પુરૂષો પ્રતિહાર સહિત સભામાં દાખલ થયા. તેઓએ શ્રીપતિ રાજાને નમસ્કાર કરી તેની પાસે ભેટણું મૂકયું. રાજાએ તેમને બેસવા માટે આસને અપાવ્યાં, તે આસના ઉપર પેાતાની આકૃતિ વિગેરેથી સભાસદોને હ પમાડતા તેઓ બેઠા. પછી પ્રીતિ દેખાડતા શ્રીપતિ રાજાએ જય રાજા અને વિજય યુવરાજ વિગેરેના કુશળ સમાચાર પૂછી તેમને આનંદ પમાડયો. ત્યારપછી તેઓએ આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે—
“ હે રાજન્! તમારા તે બન્ને મિત્રા પરિવાર અને પ્રજા સહિત કુશળ છે. હવે તેમણે સ્નેહના રસાયણરૂપ સંદેશા કહ્યો છે, તે તમે સાંભળે
શ્રીજયાનંદકુમાર અમારા વિતરૂપ છે, તેને અનુપમ બુદ્ધિવાળા તમે મોટી ઉન્નતિને પમાડવો છે, એમ અમે નૈમિત્તિકની વાણીથી જાણ્યું છે; તેથી તમે અમારા કુળની સાથે ચંદ્ર સૂર્યની હૈયાતી સુધી સ્થિર રહે તેવી પ્રીતિ જોડી છે. હવે તમે કુમારને અહીં મોકલે કે જેથી આપણી પ્રીતિરૂપી દૂધમાં સાકરના યાગ થાય, અને વિચાગની પીડાથી તાપ પામેલા અમે તેનું પાન કરી શીતળતાને પામીએ. જીંદગી પત ન ત્રુટે તેવા તમારા ઉપકારરૂપી અલંકાર કુમારના પોષણરૂપી માણિકચ-રત્ન ના યાગ થવાથી અમૂલ્યપણાને પામ્યા છે. તમે અમારા ત્રીજા ભાઈ તરીકે થયા છે. એમ તમારે નિશ્ચયથી માનવુ. તેથી અમારે લાયક જે કાંઈ કાય હાય તે સ તમારે સદા ખતાવવું.”
આ પ્રમાણેનાં તેમનાં વચન સાંભળી શ્રીપતિ રાજા ખેલ્યો કે—‹ હું પ્રધાન પુરૂષો ! આ તમારી વાણીરૂપી અમૃત કોઈ નવીન પ્રકારનું જ છે, કે જેનું પાન કરતાં સત્પુરૂષોને ઉલટી તેની તૃષા વૃદ્ધિ પામે છે. કુમારને મેાકલવા વિગેરે બાબતમાં સ સારૂ થઈ રહેશે.”