________________
અગ્યાર સગે.
૨૯૭ તે હે જ્ઞાની ! અમારો શ્રીજયાનંદ કુમાર જીવતો છે કે નહિ? જીવતો હોય તો તે કયાં છે? કેવી અવસ્થામાં છે? અને ક્યારે અહીં આવશે? તે સર્વ સમ્યક્ પ્રકારે કહે.” આ પ્રમાણે કહી તે બને ભાઈઓ પુત્રના વિયેગનું સ્મરણ થવાથી અત્યંત રૂદન કરવા લાગ્યા. “શું બળેલ કોલસો પણ અગ્નિને વેગ થતાં ફરીથી ધુમાડાવાળો નથી થતો ? થાય છે.”
ત્યારપછી રાજકુળમાં આડંબર જ માનવા લાયક થાય છે એમ ધારી તે ચંદ્રબુદ્ધિ ક્ષણવાર લગ્નકુંડળી અને ધ્યાન વિગેરેને આડંબર કરી બન્ને રાજાઓ પ્રત્યે બોલ્યો કે –
હે મહાપુરૂષે ! પુત્રની પીડાથી સામાન્ય મનુષ્યની જેમ તમે કેમ ખેદ કરે છે? વાયુવડે જેમ વૃક્ષો કંપે તેમ પર્વતો કંપતા નથી. વળી તે સ્વામી ! હું આ લગ્નકુંડળી ઉપરથી જાણું છું કે–ચોથા ભવનના સ્વામીને વેગ થવાથી તમારે પુત્ર સુખી છે એ નિશ્ચય છે; સાતમા સ્થાનમાં દશમા સ્થાનના સ્વામીની દૃષ્ટિ પડવાથી તેને મોટા રાજ્યને ચોગ છે, અને તેવા પ્રકારના ત્રણ ગ્રહોની દૃષ્ટિ પડવાથી ત્રણ રાજપુત્રીને તે અત્યારે પતિ છે. વળી ભ્રાતૃભવન જતાં તેને ભાઈ તેની સાથે જ છે.”
આ પ્રમાણેના તેનાં વચન સાંભળી હર્ષ પામેલા રાજાએ પૂછયું કે—“તે ક્યાં છે? તે બાબત જાણીને તમે બરાબર કહો.” ત્યારે તે એઠ ફફડાવતે મેષ રાશિ આદિકના અનુક્રમે શ્લેક બેલત અને આડંબર કરતાં બોલ્યા કે–
તે હાલ લક્ષ્મીપુર નામના નગરમાં છે.” પછી પુતળીની અને આ રાજાની કહેલી વાત મળતી આવવાથી ચંદ્રબુદ્ધિના મનમાં સંપૂર્ણ નિર્ણય થયો, તેથી તેણે રાજાને વધારે ખાત્રી થવા માટે કુમારની ઓળખાણ તરીકે તેની વય, સંસ્થાન અને વર્ણ વિગેરે સર્વ કહ્યું. તે સાંભળી અત્યંત હર્ષમય થયેલા તે બન્ને રાજાઓએ નવા મેઘની જેમ તેના ઉપર ફળ, પુષ્પ, મણિ, સુવર્ણ અને વસ્ત્રોને વરસાદ વરસાવ્યો. આ પ્રમાણે સત્કાર કરીને તેઓએ ચંદ્રબુદ્ધિને રજા આપી, એટલે તેમની ઉદારતાને અને ત્યાં આવવામાં પોતાના ભાગ્યને વખાણતા તે ત્યાંથી તરત જ નીકળે.
પછી “અહો ! વાણની ચતુરાઈથી હું મોટી વૃષ્ટિવડે અદ્ભુત લક્ષ્મીને પામ્યો. મધુર વાણું બોલનાર કોયલપક્ષી પણ ઇંદ્ર પાસેથી અલંકાર પામ્યું હતું.” આ પ્રમાણે પિતાના પરિવાર સાથે વાતો કરતા તે નવમે દિવસે લક્ષ્મીપુરમાં આવી પહોંચ્યુંઅને તેણે શ્રીપતિ રાજાને નમસ્કાર કર્યા. રાજાએ તેને બહુમાનથી પૂછયું, ત્યારે હર્ષથી વિકસ્વર થયેલા અપૂર્વ દાનની વાર્તા કહી બતાવી. તે સાંભળી તેના પરિવારમાંથી જ કેઈએ કહ્યું કે