________________
રિટરે
શ્રી જયાનંદ કેવળ ચરિત્ર બ્રાહ્મણે કહ્યું-“હું સુરંગપુરને રહીશ જોષી છું, દેશાંતરમાં ભ્રમણ કરતા કરતે તમને જોવા માટે અહીં આવ્યો છું, અને તમને જોવાથી હું મારી કળા બતાવી કૃતાર્થ થવા ઈચ્છું છું. શાસ્ત્રમાં કહેલા અષ્ટાંગ નિમિત્તાદિકના બળવડે અતીત, અનાગત આદિ સર્વ હકીકત પ્રાયે કરીને યથાર્થ રીતે હું જાણું છું,”
તે સાંભળી રાજાએ તેની પાસે બહુમાનથી ફળાદિક મૂકી પ્રથમ જેવા તેવા બે ત્રણ પ્રશ્નો પૂછી પછી તાવિક પ્રશ્ન પૂછયો કે-“અમે બને ભાઈઓ માત્ર દેહથી જ જુદા છીએ, અમારે પહેલે સિંહસાર અને બીજો શ્રીજયાનંદ નામે પુત્ર છે.
પહેલો પુત્ર અન્યાયમાં પ્રવર્તતે હેવાથી તેને મેં બળાત્કારે દેશનિકાલ કર્યો છે. “શું પિતાના શરીરથી ઉત્પન્ન થયેલે પણ દુર્ગધી મળ ત્યાગ કરાતો નથી?” બીજા પુત્રને નૈમિત્તિકે રાજ્યને લાયક સર્વ ગુણવાળો કહ્યો છે. તેથી અમને બન્ને ભાઈઓને તથા બીજા સર્વ જનને તે પ્રાણથી પણ વધારે વહાલે છે. તેનું કલ્પવૃક્ષના અંકુરાની જેમ પ્રયત્નથી અમે રક્ષણ કરતા હતા, છતાં મિથ્યા પ્રેમ દેખાડનારા માયાવી મેટા ભાઈ સિંહસારે તે સરળને છેતર્યો, તેથી તે તેની સાથે કેઈ ન જાણે તેમ પરદેશ ચાલ્યો ગયો છે. પછી અમે તેની ઘણી શોધ કરી, ત્યારે તે બને કુમાર વિશાળપુરમાં છે એમ અમારા જાણવામાં આવ્યું.
ત્યાં તે બને કળાને અભ્યાસ કરે છે એમ સાંભળી કેટલોક કાળ અમે તેમની ઉપેક્ષા કરી–સંભાળ લીધી નહિ. ત્યારપછી કેટલેક કાળે તેઓ ત્યાંથી કેઈ બીજે ઠેકાણે ગયા તેની ખબર પડી નથી. અમને મોટા સિંહસારની કોઈ પણ જરૂર નથી, પરંતુ શ્રીજયાનંદકુમારની ઘણી જરૂર છે. તેથી તેની અનેક ઠેકાણે શોધ કરી પણ સમુદ્રમાં પડી ગયેલા રત્નની જેમ તે અમને પ્રાપ્ત થયો નહિ. તેથી અમે અત્યંત દુઃખી છીએ, માત્ર નૈમિત્તિકનાં વચનથી તેને મેળાપ થવાની આશાએ શ્વાસ લેવાવડે જીવીએ છીએ. | સર્વ નિમિત્ત, શુકન, સ્વમ અને અંગનું ફરકવું વિગેરે તથા દેવતા વિગેરે પણ તેની કુશળતા અને મેળાપ વિગેરે કહે છે, પરંતુ હજી સુધી તે આવતો નથી, અને હજુ લગી તેના તરફના કોઈ પણ સમાચાર અમને મળતા નથી, જે તે અહીં આવે તે અમે તેને રાજ્યપર સ્થાપન કરી વનમાં જઈ તપ કરીએ. સ્નેહને લીધે મારી સાથે જ તપ કરવાને ઇચ્છતો આ મારે નાનો ભાઈ રાજ્યને ગ્રહણ કરતો નથી; અને તેથી અમે નિરંતર ખેદ પામીએ છીએ. ગયેલું દ્રવ્ય, કુટુંબ, પરિવાર, હસ્તી, અશ્વ વિગેરે સર્વ કાંઈ પાછું મળી શકે છે, પરંતુ મનુષ્યની ચાલી ગયેલી જીંદગી પાછી મળી શકતી નથી,