________________
અગ્યારમા સંગ',
૧૯૧
પણ જો સ`કલ્પ વિકલ્પ થતા હોય તે શતબુદ્ધિ મત્રીના પુત્ર ચદ્રબુદ્ધિ નામના બ્રાહ્મણ યાતિષ્યાદિક શાસ્ત્રોના રહસ્યને જાણનાર, નિપુણ અને તમારે વિષે ભક્તિવાળા છે, તેને વિજયપુર માકલી તે દ્વારા સમ્યક્ પ્રકારે સર્વ નિર્ણય કરો.”
તે સાંભળી હું પામેલા રાજાએ તે ચંદ્રબુદ્ધિને બધી હકીકત સમજાવીને વિજયપુર મેકલ્યા. તે પણ નવમે દિવસે પાછા આવવાની પ્રતિજ્ઞા કરી ત્યાંથી ચાલ્યા અને સાત પુરૂષોને સાથે લઈ અત્યંત વેગવાળા ઊંટપર આરૂઢ થઈ જલ્દીથી સે। યાજન દૂર રહેલા વિજયપુર નગરે પહેાંચ્ચે.
પછી તે ચંદ્રબુદ્ધિ જોષીના વેષ લઈ હાથમાં પુસ્તક રાખી રાજદ્વારે ગયા. ત્યાં દ્વારપાળે રાજાની આજ્ઞા મેળવી તેને સભામાં પ્રવેશ કરાવ્યા. તે સભાની ભૂમિ સુધર્માં સભા જેવી રત્નમય હતી, તેની ભીંતો દેદીપ્યમાન સ્ફાટિકમણિની હતી, તથા તે સભા જોનારને સર્વ પ્રકારે સુખ ઉપજાવે તેવી હતી. ત્યાં જય નામને રાજા અને વિજય નામના યુવરાજ જાણે સૂર્ય અને ચંદ્રના બે પિંડ હાય તેવા તેજસ્વી બન્ને ભાઈ એ સિહાસન ઉપર બેઠા હતા.
દેવની જેવા ઉત્તમ અલંકાર અને શસ્ત્રને ધારણ કરનારા મંત્રી, સામત, સેનાપતિ, મહેભ્ય, શ્રેષ્ઠી અને પત્તિઓથી તેઓ સેવાતા હતા, છત્ર અને ચામરથી શૈાભતા હતા, ઉંચા આયુધવાળા અંગરક્ષકા ચારે બાજુથી તેમનું રક્ષણ કરતા હતા. જાણે સૌધમ ઇંદ્ર અને ઈશાન ઇંદ્ર એકઠા થયા હાય તેમ દિવ્ય આભૂષણેાવડે તેઓ શાલતા હતા; તથા અનેક દેશાવરેશમાંથી તેમને મેટા ભેટણાં આવ્યા કરતાં હતાં. આવી લક્ષ્મીવડે યુક્ત અન્ને ભાઈ એને તેણે જોયા.
તે બ્રાહ્મણનું પ્રતિબિંબ ભીંતામાં પડવાથી જાણે તે બન્ને ભાઈ એનું ઐશ્વય જોવા માટે તેણે ઘણાં શરીર ધારણ કર્યા હોય એમ લાગ્યુ. આ બધુ જોઈ તેનાં નેત્ર વિસ્મયવર્ડ વિકસ્વર થયાં. તેણે સભામાં પ્રવેશ કરી રાજાને નીચે પ્રમાણે યોગ્ય આશિષ આપી—
“ હે રાજન્ ! હુમેશાં સર્વાંના દેવ તમારૂં કલ્યાણ કરી, સૂર્ય આરાગ્ય આપે, બૃહસ્પતિ બુદ્ધિ આપે, શુક્ર સૌભાગ્ય આપે, શનિ સ્વામીપણુ' આપે, રાહુ પ્રતાપના સમૂહ આપે, કેતુ કીર્તિની શ્રેણિ આપે। અને ગુરૂ સ` પ્રકારનાં સુખ આપો.”
પછી રાજાએ ભકિટની સજ્ઞાવડે તેને આસન અપાવ્યાં, તે ઉપર તે બ્રાહ્મણ પરિવાર સહિત બેઠા. પછી રાજાએ તેને પૂછ્યું કે હું બ્રહ્મદેવ ! તમે કયાં રહે છે ? કાંથી આવ્યા છે? કયાં જવું છે? અને શું જાણેા છે ? ''