________________
અગ્યારમે સગ.
૨૮૯ કુળાદિક શા માટે કહે? તેથી કુળ પૂછવાથી શું ફળ છે? ગુણએ જ કુળ કહી બતાવ્યું છે. મણિનું તેજસ્વીપણું જ રત્નાકરમાં તેની ઉત્પત્તિ હોવાનું કહી બતાવે છે. તેથી હે સ્વામી ! જે આપ આજ્ઞા આપે, તે ક્ષણિક કાપવાળા તે ઉત્તમ કુમારને અમે સામ વચનવડે પ્રસન્ન કરી અહીં આપની પાસે લાવીએ.”
તે સાંભળી વિવિધ ચિંતાથી વ્યાકુળ થયેલ રાજા તેને કાંઈક જવાબ આપે છે, તેટલામાં કુમારની રજા લઈ રાજાની ત્રણે પુત્રીઓ નાટસુંદરી, ગીતસુંદરી અને નાદસુંદરી ત્યાં આવી. તેઓએ પિતાના ચરણોમાં પ્રણામ કરી સંભ્રમ સહિત પૂછયું કે“હે પિતાજી ! આ અકસ્માત યુદ્ધને માટે સેન્યની તૈયારી કેમ કરી છે? અને કે શત્રુ તમારા સામે આવ્યો છે?”
તે સાંભળી રાજાએ ત્રણે પુત્રીઓને આલિંગન કરી સિંહે કહેલા સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. ત્યારે તેઓ બેલી કે–“આ તમારા જમાઈ કઈ દિવ્ય પ્રકૃતિવાળા અને જગતમાં અતિ ઉત્તમ પુરૂષ છે. સત્ય, શૌર્ય અને સ્થય આદિક સર્વ ગુણો વડે સહિત છે, તથા બાહ્ય અને અત્યંતર ચક્રવર્તીનાં લક્ષણો વડે યુક્ત છે. તે જે અકુલીન હોય તે વિશ્વને વિષે કોઈપણ કુલીન જ નથી એમ સમજવું. તેથી તે ચોર અને ખળ એવા સિંહસારની વાણવડે મૂર્ખાઈથી કેમ મરવા તૈયાર થયા છે? - હે રાજન ભાગ્યયોગે સર્વ અર્થને સાધનાર ચિંતામણિ જેવા નરરત્નને પામી અવિવેકથી વિરૂદ્ધ આચરણ કરે છે, તો શું તમે ભ્રમિત—અસ્થીર મનવાળા થઈ ગયા છે? દુષ્ટ સિંહસારને અમે પહેલેથી જ દુર્જન જાયે છે, અને અમે તે વાત વિનય અને ભક્તિપૂર્વક કુમારને જણાવી પણ હતી, પરંતુ સ્વજનપણું હોવાથી ભદ્રિક ભાવવાળા કુમાર જેમ ચંદ્ર કલંકને ત્યાગ નથી કરતા તેમ તેનો ત્યાગ કરતા નથી. તમે પણ તે દુષ્ટને માન્ય એટલે તમને પણ તેણે આપત્તિમાં નાખ્યા છે.
વૃક્ષની જે શાખાપર હાલે બેસે છે, તે શાખા અવશ્ય સૂકાઈ જ જાય છે.” તેથી જો તમે સ્વપરનું હિત ઇચ્છતા હો તે તે ઉત્તમ નરને શાંત કરો. અમે બધી રીતે વિચાર કરીને ભક્તિથી જ તમારું હિત કહીએ છીએ. પરિણામે હિત કરનારી કડવી વાણી પણ માનવી જોઈએ, કારણ કે વ્યાધિને હરનારાં કડવાં ઔષધ પણ સેવવા લાયક હોય છે.”
આ પ્રમાણેના પિતાની પુત્રીઓનાં વચન સાંભળી રાજાએ કહ્યું કે –“વગર * વિચારે કરેલે પણ આ આરંભ માનાદિક કારણને લીધે એમને એમ જ મૂકી દેતાં