________________
અગ્યાર સર્ગ.
૨૮૭ . વળી હે સ્વામી ! તમે તેની સામે મોટા યુદ્ધને આરંભ કર્યો છે, ત્યારે કુમાર પિતાના મહેલના ઝરૂખામાં બેસી પિતાની સ્ત્રીઓ સાથે પાસાથી આણંદપૂર્વક રમત રમી રહેલ છે, વળી તેના સુભટોએ તમારું સૈન્ય ભાગ્યું, તેથી પણ તેના ભાગ્યને નિર્ણય કરે. વિરમાં અગ્રેસર એવા આ કુમારને તમે સૈન્ય સહિત પણ જીતી શકશે નહિ. શું ટેળા સહિત પણ હાથીવડે સિંહ જીતી શકાય છે? કહ્યું છે કે –
“કેઈની કીડા પણ ઘણા ફળને ઉત્પન્ન કરે છે, અને કેઈન યત્ન છેડા પણ ફળને માટે થતું નથી. જેમકે દિગ્ગજના માત્ર દાંત જ ચલાયમાન થવાથી આખી પૃથ્વી કરે છે, અને આકાશથી પડતા ભમરા નાની લતાને પણ ચળાયમાન કરી શકતા નથી.”
વળી તમારા સૈન્ય સહિત રાજકુમારોના યુદ્ધમાં તમે જ શું નથી અનુભવ્યું ? તથા તમારી સેનાના અગ્રેસર સેનાપતિને જોઈને પણ તમે નથી જોયું ? જે કદાચ આ કુમારે તે સર્વ ઉપર કૃપા ન કરી હોત તે તેમાંથી કેણ જીવતે આવત?
અને હે રાજન ! રાજ્યમાં સૂર્ય જેવા તમારું પણ શું થાત ? રાજપુત્રની વિડંબના જોઈને તથા કડો સુભટોવાળા પદ્યરથ રાજાને પણ આ કુમારે બ્રાહ્મણના રૂપે જે વિડંબના કરી હતી તે બંદીના મુખથી સાંભળીને જાણતા છતાં પણ હે પ્રભુ! આવી ચેષ્ટા કરતાં તમે કાન અને હૃદય વિનાના મનુષ્યનું અનુકરણ કેમ કરે છે. કહ્યું છે કે – * “ જતા ને આવતા એવા સિંહનું પરાક્રમ જોયા જાણ્યા છતાં પણ પાછો તેની સામે જાય તે કાન ને હૃદય વિનાને મૂર્ખ કહેવાય છે.” વળી હે રાજન ! આ કુમાર તમારા સમગ્ર સિન્યને હણશે તે તમે રાજાઓમાં નિંદા પામશે, અને જે તે ક્રોધ પામશે તે તમારા જીવિતમાં પણ અમારું મન સદેહ કરે છે, તેથી જો તમારું અને અમારું કલ્યાણ ઈચ્છતા હો તે આ કાર્ય તજી છે. કેમકે–સ્વામી હણાયા પછી શું ભક્તિમંત સેવકે જીવી શકે છે? ”
આ પ્રમાણેની પ્રધાનની વાણીથી રાજા ભય પામે, તેથી તે હૃદયમાં રહેલા વેરને ભૂલી ગયો, અને સિંહની કહેલી વાત અસત્ય ધારી તેણે તેમને કહ્યું કે
હે પ્રધાનો ! તમે સ્વામી ભક્ત છે, તેથી નીતિયુક્ત વાણીને જ કહે છે. તમારું વચન યુક્ત છે, અને હું સાંભળવા લાયક છું. તે પણ જેમ નેળીઓ ગતિવડે પાણીને વિનાશ કરે તેમ તે પાપી સિંહે તેવા વચનવડે મારું મન વિનાશિત કર્યું છે, તેથી મારું મન હવે કુમાર ઉપર સ્નેહને ધારણ કરતું નથી. તેથી જો તમે સ્વામીભક્ત હો તે જમાઈને