________________
૨૮૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર પરંતુ જેમ જેડા નરરત્નના પગને પીડા ઉપજાવનાર કાંટાના મુખને ભાંગે છે, તેમ બુદ્ધિમાન પુરૂષે મહાપુરૂષના દેષ બોલનારનું મુખ ભાગવું જોઈએ. કહ્યું છે કે
“કંટક અને ખળ માણસને સરખો જ પ્રતિકાર–ઉપાય હોય છે, એટલે કે જોડાવડે તેનું મુખ ભાગવું અથવા તેને દૂરથી ત્યાગ કરવો.”
તેથી ખળનું વચન સાંભળવું જ નહિ; અને કદાચ સાંભળ્યું તે તેને સત્ય માનવું નહિ. “શું સર્પના વિષવડે ઘડાની જેમ આખું સરોવર વિષવાળું થઈ શકે ? ” અગ્નિ તેજમય છે તો પણ તે પૂજાય છે, તે જ અગ્નિ જે લેઢાની સાથે મળેલ હોય તે તાડન પામે છે, તથા તુંબડું કે જે પાણી ઉપર તરે છે તે જ માટીને લેપના સંગમથી જળમાં ડુબી જાય છે, તે જ પ્રમાણે મહાપુરૂષ પણ ખળના સંગથી આપત્તિનું સ્થાન થાય છે, અને કાંકરાથી છિદ્રવાળા કરેલા ઘડામાંથી જળની જેમ તેની પાસેથી લક્ષ્મી જતી રહે છે.
તેથી હે સ્વામિન ! અસંભવિત બાબત બલવી ન જોઈએ, અને ડાહ્યા પુરૂષ તેવું વચન સાંભળવું પણ ન જોઈએ; પરંતુ ગ્યાયેગ્યને વિચાર કરવો જોઈએ. આવા ગુણવાળે જમાઈ નીચ કુળને છે અને વધ કરવા લાયક ચેર ઉંચ કુળને છે. આવી વાત ઉપર કો ડાહ્યો મનુષ્ય શ્રદ્ધા કરે ? ' અરે ! આ જમાઈ તે વાસુદેવ કે વસુદેવ જેવો કોઈ અન્ય જ સંભવે છે, એમ છે સ્વામી ! એના ગુણ, લક્ષણ અને ભાગ્યે જ કહી આપે છે. આ બાબત તમારી કુળદેવીએ જ પુષ્પવૃષ્ટિ અને આઘોષણા કરીને કહી બતાવેલ છે, તેને તમે વૃથા ન કરો. જેમ મનુષ્યને વિષે તમે રાજા શ્રેષ્ઠ છે, તેમ ગુણને વિષે વિવેક જ શ્રેષ્ઠ છે, તથા દેને વિષે અવિવેક શ્રેષ્ઠ છે. તો શા માટે તમે વારંવાર મુંઝાઓ છો અને હે રાજન ! આ અગ્ય અવિવેક તમે શે આરંભે છે? આપ જાણો છો કે વિચાર વિના કરેલું કાર્ય જીવનપર્યંત દુઃખકારક થાય છે. કહ્યું છે કે–
“ગુણવાળું કે ગુણરહિત કાર્ય કરતાં પંડિત પુરૂષે પ્રથમ યત્નથી તેના પરિણામને વિચાર કરવો જોઈએ. કેમકે વિચાર્યા વિના કાર્યો કરવામાં આવે તે તેને વિપાક શલ્યની જેમ જીવનપર્યત હૃદયને દાહ કરનાર થાય છે.” તથા–
સહસા કોઈપણ કાર્ય કરવું નહિ; કેમકે અવિવેક જ મોટી આપત્તિનું સ્થાન છે, અને વિચારીને કાર્ય કરનારને ગુણમાં લુખ્ય થયેલી સંપદાએ પિતાની મેળે જ આવીને વરે છે.”
lunt