________________
અગ્યારમે સર્ગ.
૨૮૫ સાથે નિર્ભયપણે પાસાવડે રમત કરવા બેઠે. તે વખતે તેની પત્નીઓએ કાનને ફાડી નાખે તે કટુ વનિ સાંભળી સૈન્ય સહિત રાજાના આવવાની સંભાવને કરી અને ભયથી શ્રીજયાનંદકુમારને કહ્યું કે–
હે પ્રિય! અત્યારે રમત કરવાનો આ સમય નથી, સમગ્ર સૈન્ય એકઠું કરો અને શત્રુની લક્ષ્મીને નાશ કરનાર શસ્ત્રને ધારણ કરે; કેમકે કેપના આટેપથી ભયંકર થયેલા રાજા પિતે જ તમારે નિગ્રહ કરવા આવે છે એમ જણાય છે. પ્રથમ તે તમારા સુભટોએ તેના સુભટને ભગાડી દીધા છે પરંતુ સિન્ય સહિત આવતા રાજા દુઃખે કરીને જીતી શકાય તેમ છે. તેમજ અમારા ચિત્તમાં ભય ઉત્પન્ન થવાથી અમારું મન રમતમાં આનંદ પામતું નથી.”
તે સાંભળી કુમારે લીલા સહિત હસતાં હસતાં કહ્યું કે–“હે પ્રિયાએ સૈન્યવડે ઉત્કટ બળવાળા રાજકુમારને જેણે શસ્ત્ર વિના જ જીત્યા છે, તે મારા બન્ને હાથ જ રાજાને જીતવાને સમર્થ છે, માટે તમે લેશમાત્ર ચિંતા કર્યા વિના પાસાવડે દાવ નાખે જાઓ,” તે સાંભળી તે સ્ત્રીઓ પણ રમવા લાગી; પરંતુ સ્ત્રી જાતિના સ્વભાવને લીધે તેમના મનમાંથી શંકા ગઇ નહિતેથી તેઓએ ભૂકુટિની સંજ્ઞાથી કુમારનું સૈન્ય તૈયાર કરાવ્યું. - હવે મરણને ઈચ્છતી ઘે જેમ વાઘરીવાડે જાય તેમ સંગ્રામની સામગ્રી સહિત રાજાને કુમારના મંદિર તરફ જતા જોઈ તત્કાળ પ્રધાને આવી રાજાને નમસ્કાર કરીને વિનંતિ કરી કે “શા માટે અને કયા શત્રુને હણવા માટે તમે સિન્ય સહિત નીકળ્યા છો ?ત્યારે રાજાએ સિંહનું વચન અને પિતાને અભિપ્રાય તેમને જણાવ્યો. તે સાંભળી તેઓ બેલ્યા કે –
હે સ્વામી ! ખળની વાણી ઉપર શે વિશ્વાસ? ખળ પુરૂષ પુરૂષના નિષ્કારણ વૈરી હોવાથી તેઓ મત્સરને લીધે તેમના અછતા દેને પણ ગ્રહણ કરે છે બોલે છે. તે મત્સર પણ પરની સમૃદ્ધિવડે વિલાસ કરતા છતાં સ્વાભાવિક જ નિમિત્ત વિના જ હોય છે, કેમકે રાહુ સૂર્યને ગ્રાસ કરે છે તેમાં શું હેતુ છે? કાંઈ જ નથી. આવા ખળ માણસ પાસેથી જે પરનાં દૂષણ સાંભળે છે, તે પણ બોલનાર સહિત પાપવડે નીચે પડે છે-પાપ બાંધી નીચ ગતિમાં જાય છે. તેમાં પણ જે માણસ મહાપુરૂષના દેને કહે છે, તે કહેનાર કરતાં પણ સાંભળનાર વધારે પાપી છે. કેમકે માત્ર મત્સરથી જ પીડાતા ખળ પુરૂષ તે મહાપુરૂષના કષ્ટને ઈચ્છે જ છે. “માખીઓથી ઉદ્વેગ પામેલે કુઠી શું સૂર્યના અસ્તને ઈચ્છતા નથી ? ”
(
S24
ના
ર
7
/ઝ.