________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર આ સમગ્ર એટલે બન્ને પ્રકારને જૈનધર્મ તેનું ફળ જાણવાથી આત્મામાં શ્રદ્ધા
ઉત્પન્ન કરે છે, અને તે ફળ પ્રાયે દષ્ટાંતથી હૃદયમાં ફુટ રીતે ભાસે કથાને ઉપક્ષેપ. છે. તેથી કેવળજ્ઞાની થયેલા એવા શ્રી જયાનંદ રાજર્ષિનું કાંઈક
સંક્ષિપ્ત ચરિત્ર ભવ્યપ્રાણીઓના બોધને માટે અહી કહેવાય છે. તે શ્રી જયાનંદ કેવળીએ પૂર્વ ભવમાં પિતાની પ્રિયા સહિત જેવી રીતે સમકિત અને દાન શીલાદિક સહિત શ્રાવકધર્મનું પાલન કર્યું હતું, તથા ત્યાંથી સ્વર્ગ લમી પામીને પછી મોટું રાજ્ય, દેવાદિકની સહાય તથા વિપત્તિ રહિત એકલી સંપત્તિને જે રીતે પામ્યા હતા તે સર્વ અહીં કહેવામાં આવશે.
સ્થા પ્રારંભ
લાખ એજનના વિસ્તારવાળે અને પ્રશસ્ત લક્ષ્મીવાળ તથા સપુણ્યનાં સ્થાનરૂપ
જંબુદ્વીપ નામે દ્વીપ છે. તે શ્રાવકની જેમ સુવૃત્ત છે અને લક્ષ્મી જબદ્વીપ. વડે સાત ક્ષેત્રનું પિષણ કરે છે. આ દ્વીપ સર્વ દ્વીપને વિષે
| મુખ્ય છે (મધ્યમાં છે, તેથી વિધાતાએ તેની ઉપર તારારૂપી મતીથી શેભતું મેરૂપર્વતરૂપી દંડવાળું આકાશરૂપ છત્ર ધારણ કર્યું છે. આ જંબુદ્વીપે પિતાની લક્ષમીવડે બાકીના છએ દ્વીપને જીતી લીધા છે, તેથી વિશ્વની રચના કરનાર વિધાતાએ તે દ્વિીપમાં છ વર્ષધર પર્વતમય છે રેખાઓ કરી હોય તેમ જણાય છે. પ્રશસ્ત પુણ્ય લક્ષમીવાળા આ દ્વીપની રક્ષાને માટે વિધાતાએ જગતરૂપી કિલે કરી તેની ફરતી લવણસમુદ્રરૂપી ખાઈ કરેલી છે. ખરેખર આ દ્વીપ જ નથી પરંતુ લવણસમુદ્રમાં પ્રતિબિંબિત થયેલું સ્વર્ગ જ છે, અન્યથા આવી લક્ષ્મી કયાંથી હોય?
૧ જંબુદ્દીપ થાળી જેવો ગોળ છે, શ્રાવક સદાચારવાળે હોય છે.
૨ જંબુદ્વીપમાં ભરત, અરવત, હૈમવંત, હૈરણ્યવંત, હરિવર્ષ, રમ્યક ને મહાવિદેહ–એ સાત ક્ષેત્ર છે. શ્રાવકને પિષણ કરવા લાયક ચિત્ય, પ્રતિમા, જ્ઞાન અને ચતુર્વિધ સંઘ એ સાત ક્ષેત્રો છે.
૩ લૌકિક શાસ્ત્રમાં સાત દીપ અને સાત સમુદ્ર જ કહેવામાં આવે છે, તે અપેક્ષાએ આ વર્ણન જાણવું. ( ૪ ચુલ હિમવંત, મહઠહિમવંત, નિષધ, રૂપી, શિખરી ને નીલવંત-એ છ પર્વત છે.
જYARI