________________
પ્રથમ સંગ,
પ
ભગ્યેા.
કેટલાક ભવ્ય જીવે. પણ સામગ્રી નહી' પામવાથી સિદ્ધિપદને પામતા જ નથી. જેએ સિદ્ધિપદને પામે છે, તેઓ પણ આ સવ સામગ્રીને મેળવીને જ મેાક્ષ પામે છે. તે સામગ્રી મનુષ્ય ભવ, આ ક્ષેત્ર, ધ શ્રવણ અને તે પર શ્રદ્ધા વિગેરે લક્ષણવાળી (દશ પ્રકારની ) છે. તેમાં પણ ધશ્રદ્ધા અતિ દુલ ભ છે. પ્રાયે કરીને કોઇ પણ પ્રાણી ગુરૂના ઉપદેશ વિના ધમ ને જાણી શકતા નથી, અને ધર્મ જાણ્યા વિના તેને વિષે શ્રદ્ધા પણ થઈ શકતી નથી. જેમ નાળિકેર નામના દ્વીપના રહીશ લેાકેા નાળિયેરનેજ ખાનારા હોય છે, તેમને અન્નનું જ્ઞાન નહીં હૈાવાથી તેમને તે ખાવાની શ્રદ્ધા કે ઇચ્છા થઈ શકતી નથી. શાસ્ત્રમાં શ્રદ્ધાને જ સમકિતના નિર્દેષ ખીજરૂપ કહેલી છે; કારણ કે ધર્મના ચાર મુખ્ય અંગાને વિષે આ શ્રદ્ધાને જ ઉત્તમ કહી છે. તેથી કરીને શ્રદ્ધાથી કરેલુ ધર્મનું અનુષ્ઠાન જ સિદ્ધિને માટે થાય છે; કેમકે કારણનું કોઈપણ અંગ ન્યૂન હેાય તેા કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી. દુનિયામાં ધર્મ ઘણા પ્રકારે પ્રસિદ્ધ છે, તેમાં પણ જે ધર્મોનું મૂળ સર્વજ્ઞ ન હાય અર્થાત્ જે ધમ સજ્ઞકથિત ન હાય તે ધર્માં હિંસાદિકથી દૂષિત હેાય છે, તેથી તે દુઃખદાયક થાય છે. આત્માનુ હિત ઇચ્છનારા સત્પુરૂષોએ જે ધ સમ્યક્ત્વને અનુસરતા ન હોય તે તજવા યાગ્ય છે, અને સુવર્ણની જેમ જે ધમ ચાર પ્રકારની પરીક્ષાવડે શુદ્ધ હૈાય તે ગ્રહણ કરવા ચેાગ્ય છે. કહ્યું છે કે—“ જેમ કસોટી પર ઘસવું, છીણીવડે છેદવું, અગ્નિમાં તપાવવું અને હથેાડાથી ટીપવું એ ચાર પ્રકારવર્ડ સુવર્ણની પરીક્ષા કરાય છે, તેમ શ્રુત, શીલ, તપ અને દયાગુણવડે વિદ્યાના ધર્મની પણ પરીક્ષા કરે છે. ” તેથી પરીક્ષાવડે શુદ્ધ જોઈ એ તે હિંસાદિક દોષ રહિત એવા અરિહંતભાષિત જિનધમ જ છે, અને તે જ મુક્તિને માટે તેના અર્થીઓએ સેવવા ચાગ્ય છે.
ધ
આ જૈનધમ દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારના છે, અથવા ગૃહસ્થધમ અને સાધુધ એવા બે ભેદોવડે બે પ્રકારના છે એમ ધર્મના પ્રકાર, જિનેદ્રોએ કહ્યું છે. તેમાં પહેલા ગૃહસ્થમ સમકિત સહિત ખાર વ્રતવાળા છે, તે ખારમા દેવલાક સુધીનું સુખ આપે છે (શ્રાવક ઉત્કૃષ્ટ ખારમે દેવલાક જાય છે) અને અનુક્રમે મેાક્ષસુખ પણ આપે છે. બીજો સાધુધમ ક્ષાંતિ વિગેરે ભેદોવડે દશ પ્રકારનાર છે, તે પાંચ મહાવ્રતાવડે શુદ્ધ (અતિચાર રહિત) પાલન કર્યા હાય તેા તે ભવને વિષે પણ મેક્ષ આપે છે.
૧ મનુષ્યત્વ, ધર્મ શ્રવણ, શ્રદ્ધા અને ધમ કરવા તે.
૨ ક્ષમા, મૃદુતા, સરલતા, નિર્લોભતા, તપ, સયમ ( અહિંસા ત્યાગ, ) સત્ય, શૌચ, અચૌય, અકિંચન અને બ્રહ્મચર્ય એ દૃશ પ્રકાર સમજવા.
----------"--