________________
અગ્યારમે સગર
૨૮૩ કોલાહલ થયું. તે સાંભળી રાજાએ પિતાના માણસોને તપાસ કરવા મોકલ્યા. કઈ માણસેએ શ્રીજયાનંદકુમારની પાસે જઈ તે સ્વરૂપ કહ્યું. ત્યારે તેની પ્રિયાએ બોલી કે –
હે સ્વામી! રાજા પરના વિશ્વાસનું ફળ જોયું? હે સ્વચ્છ સ્વભાવવાળા પ્રભુ! તે વખતે તમે અમારું વચન ન માન્યું હોત તો અત્યારે અમારી શી ગતિ થઈ હોત? હે નાથ ! હવે પછી તમારે અત્યંત સાવધાન થઈને રહેવું. રાજા પાસે કોઈ ખળ પુરૂષ પેઠે જણાય છે. અથવા રાજાના આશયને કોણ જાણી શકે છે?” તે સાંભળી કુમાર છે કે
હે પ્રિયાઓ ! સમાન જાતિને લીધે સરસ્વતી તમારા હૃદયમાં કીડા કરે છે. અને પરપુરૂષના સ્પર્શથી જાણે ભય પામી હોય તેમ મને તો સ્પર્શ પણ કરતી નથી. તેથી તમે જ મારે પ્રમાણભૂત છે, કેમકે નિપુણ એવી પતિવ્રતા સ્ત્રીઓ પુરૂષોને સહચરીરૂપ, લક્ષ્મીરૂપ, રક્ષા કરનાર, ધૃતિરૂપ અને મતિરૂપ હોય છે.”
આવાં વચનવડે તે સ્ત્રીઓને આનંદ પમાડીને પછી કુમારે “સિંહસાર જીવતે હોય તે તેને અહીં લાવો” એમ કહી પોતાના માણસને મોકલ્યા. ત્યારે તે માણસો
પણ છેડે થોડો શ્વાસ લેતા સિંહસારને જોઈને શ્રીજયાનંદકુમાર પાસે ઉપાડી લાવ્યા, : એટલે તેણે ઔષધિના જળવડે તેને સાવધ કર્યો. અહીં ખરેખરી કૃપાળુપણાની પરીક્ષા થાય છે. કહ્યું છે કે
“ઉપકારી ઉપર અથવા ઈષ્ય રહિત મનુષ્ય ઉપર જે દયા કરવી તેમાં શું વિશેષ છે? પરંતુ અપરાધ કરનારા શત્રુ ઉપર જેનું મન દયાળુ હોય તેજ સત્પરૂમાં અગ્રેસર છે.” . ત્યારપછી સિંહસારે વિચાર કર્યો કે –“વારંવાર મને મરણાંત આપત્તિઓ પ્રાપ્ત થઈ છે, તે આપત્તિઓ આ કુમારે જ દૂર કરી છે, તે મારે આથી અધિક પરાભવ કયો કહે ? એ જ મોટામાં મોટે મારો પરાભવ છે એમ હું માનું છું.
વળી જેમ જીર્ણ થયેલી ચામડાની મસકમાં ઘણું છીદ્રો પડે છે તેમ વિધાતાએ સર્વ પરાભનું બીજું કોઈ સ્થાન નહિ મળવાથી પુણ્ય રહિત એવા મારે વિષે જ સર્વ પરાભવ નાખ્યા છે; અથવા તે આ કુમારને જ આ બધો પ્રપંચ લાગે છે. આટલા માટે જ તેણે મારો સત્કાર કર્યો છે અને મને સાવધ કર્યો છે. હવે પછી આ પૂર્વથી ચેતીને ચાલવું કે જેથી તે મને છળી શકે નહિ.”
આ પ્રમાણે વિચારી તે નીચ સિંહસારે કુમારના ઉપકારને પણ અપકાર તરિકે માન્ય. સૂર્યના દેદીપ્યમાન પ્રકાશને પણ ઘૂવડ અંધકારરૂપ જ જુએ એમાં આશ્ચર્ય નથી.”
4255. 4. 5. selleled