________________
અગ્યારમા સ.
૨૮૧
મારૂં કુળાદિક પ્રગટ કરવુ' નહિ. ” એમ દૃઢ સેગનવડે મને તેણે ખાંધી લીધા. હુ પણ મીજી ગતિ નહિ હાવાથી તેની પાસે રહ્યો છુ'. તે મને ઘણા માનપૂર્વક રાખે છે અને મારાપર અવિશ્વાસને લીધે ઘણા ઉપચારથી વશ કરેલા મને તે સ`દા પાતાથી બૂટ્ટો પડવા દેતા નથી. આ પ્રમાણે તમારી આજ્ઞાને વશ થયેલા મે તમને અત્યંત ગુપ્ત વાત પણ કહી છે. પરંતુ તેથી તેનાપર તમારે કાંઈપણુ અપ્રસન્નતા કરવી ચેાગ્ય નથી. કેમકે-સદ્ગુણેામાં કુળ જેવાતુ' નથી. ’
આ પ્રમાણે સિંહના મુખથી કુમારને વૃત્તાંત સાંભળી ખેદ, વિસ્મય અને ક્રોધથી વ્યાપ્ત થયેલા રાજાએ તેને બહુમાનથી રજા આપી, એટલે તે પણ પેાતાનુ વાંછિત સિદ્ધ થવાથી હર્ષ પામતા પેાતાને સ્થાને ગયા. રાજા જૈનધમી હતા, છતાં તેને વિષે કાનની દુ॰ળતા, વિચાર વિના કાનુ` કરવાપણું અને સ્વચ્છંદતા એ ત્રણ દોષો રહેલા હતા; તેથી ક્રોધ પામેલા તે રાજાએ વિચાયું કે—
“ અરે ! આ પાપી જમાઈ એ મારી જેવા અનેકનાં કુળ વટલાવ્યાં–અપવિત્ર કર્યાં. મે' તેના કુળાદિકને, નિણ્ય કર્યા વિના ઉતાવળથી તેને પુત્રીએ આપી. અને તેની પંક્તિમાં ભાજન પણ કર્યું, એ અતિ ખેદકારક થયું છે. આ માયાવીએ પેાતાનું ક્ષત્ર– વૈશ્રવણ નામ પ્રસિદ્ધ કરી ધૂ'ની જેમ પદ્મરથ અને કમળપ્રભ રાજાને પણ છેતર્યાં છે. જો આ નિંઘ વાર્તા બીજા રાજ્ગ્યામાં પ્રસરશે તે તે રાજાએ મારી હાંસી કરશે અથવા મારા કુળના ત્યાગ કરશે; તેથી આજે જ રાત્રિમાં કાઈ પણ પ્રકારે ગુપ્ત રીતે તેને મારી નાખવેા જ ચેાગ્ય છે. ’
એમ વિચારી તે રાજાએ પેાતાના ખાનગી એ સેવકને બેાલાવીને કહ્યુ કે “આજે મધ્ય રાત્રીએ ઘેાડા પર ચઢીને જે પુરૂષ રાજમામાં નીકળે, તેને તમારે તત્કાળ મારી નાખવા, અને આ વાત કોઈ પણ ઠેકાણે તમારે પ્રકાશ કરવી નહિ. ’” આ પ્રમાણે રાજાની આજ્ઞા વિના વિચારે અંગીકાર કરી કુતરાની જેમ તે બન્ને સેવકા સાવધાનપણે રાજમામાં છુપાઈ ને ચાગ્ય સ્થાને રહ્યા.
પછી મધ્યરાત્રીના સમય થવા આવ્યે ત્યારે રાજાએ પેાતાના પુરૂષ પાસે એકલા કુમારને અમુક વિચાર કરવાના ખાનાથી એટલાન્ગેા. એટલે સરળ સ્વભાવવાળા અને રાજાને વિષે વિશ્વાસ તથા વિનયાક્રિકને ધારણ કરતા શ્રીજયાનંદકુમાર પણ તત્કાળ શય્યાને ત્યાગ કરી જવાને તૈયાર થયેા. તે વખતે તેની પ્રિયાએએ નિપુણતાથી કહ્યું કે—
“ હે સ્વામી ! તમે નીતિશાસ્ત્ર જાણતા છતાં આટલી બધી સરળતા કેમ રાખેા છે ?
જ.-૩૬