________________
૨૮૦
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર - “એક ગન અર્ધ ભાગ દંભને આપે, બાકી રહેલા અર્થમાંથી છ ભાગ મૃષાભાષાદિકને આપવા, છ ભાગ ધૃષ્ટતાને આપવા, બે ભાગ ક્રિયા અને વૈધકને આપવા તથા એક ભાગ ભાંડચેષ્ટાને આપે. આવી જાતને વેગ આખી પૃથ્વીને વશ કરી શકે છે.”
વળી તેણે કુશળતાથી કઈ યેગી આદિકની સેવા કરી તેની પાસેથી ઈષ્ટ રૂપાદિક કરનારી ઔષધિઓ મેળવી. “ભમતાં ભમતાં શું સિદ્ધ ન થાય ?” ત્યારપછી તે પરદેશમાં ભમતો ભમતે કળાએવડે લોકોને રંજન કરી અને ઔષધિવડે ઉપકાર કરી વાંછિત ધન મેળવવા લાગે, કોઈક પ્રકારે બે રાજાને મેહ પમાડી તેમની બે પુત્રીઓને તે પર .
“કળા અને ભાગ્ય જે હોય તો કુળ જોવાની કોઈ જરૂર રહેતી નથી. મારી સોબતથી તે દાન આપવાના સ્વભાવવાળો થયે છે, તેથી દાનના પ્રભાવવડે તેનું નીચ કુળ ઢંકાઈ જાય છે. કેમકે સુવર્ણની લક્ષ્મીને વરસાવનાર મેઘની મલિનતાને કોણ વિચારે છે? તેના અહિં. આવ્યા પછી જે થયું તે તે તમે પ્રથમથી જ જાણે છે. હું જ ભાગ્યહીન છું કે જેથી આવું લજજાકારક વૃત્તાંત પણ મારે તમારી પાસે કહેવું પડયું છે.
એકદિવસ દેશમાં ઉપદ્રવ કરનાર અને સૈન્ય સહિત પર્વતમાં વસનાર મહાસેન નામના પલ્લી પતિને નિગ્રહ કરવા માટે મારા પિતા તૈયાર થઈ પ્રયાણ કરતા હતા, તે વખતે મેં તેમને વિનયથી જતા નિવારી સિન્ય સહિત તે પર્વતની તળેટીમાં જઈપલ્લી પતિને યુદ્ધ કરવા માટે મેં બોલાવ્યો, એટલે ભિલની સેના સહિત પર્વત પરથી ઉતરી મહા ગર્વિષ્ઠ તે પલ્લી પતિએ શંગના નાદવડે ગુફાઓને ગજાવી લાંબેકાળ યુદ્ધ કર્યું. છેવટ મેં તેને પરાજય કર્યો, એટલે તે નાશીને જતો રહ્યો.
તે વખતે મેં મુગ્ધપણાને લીધે તેની પલ્લી સળગાવી દેવા માટે વિષમ પત્થરવાળા પર્વતના કટકમાં પ્રવેશ કર્યો. તેટલામાં ગુફામાં સંતાઈ રહેલે તે શત્રુ પલ્લિી પતિ ભિલ્લની સેના સહિત તેમાંથી બહાર નીકળ્યો અને યમરાજની જેવા તેણે મારા સૈન્ય ઉપર બાણ વૃષ્ટિ કરી; તેથી મારું સૈન્ય ભગ્ન થયું. “વિષમ સ્થાનમાં કોણ ભગ્ન ન થાય?”
પછી મને પણ પ્રહારેથી જર્જરિત કરી બાંધીને તે પલ્લીપતિ તેની પલ્લીમાં લઈ ગયે. એકદિવસ મને ચામડાએ મઢી પર્વતના શિખર પરથી પડતું મૂકો. ત્યાંથી અનુક્રમે હું અહીં આવ્યું, તે હકીકત તે તમે સાંભળી હશે. અહીં પ્રથમ તે મને ઓળખ્યા વિના તે મને મૂકાવીને પિતાને ઘેર લઈ ગયે, પછી મને ઓળખે, ત્યારે ધનાદિકથી સત્કાર કરી મને ઘણે પ્રકારે માન આપવા લાગે અને “કઈ પણ ઠેકાણે