________________
અગ્યારમે સંગ.
૨૭૯ હે રાજન ! મેં પૂર્વે આ શ્રીજયાનંદ ઉપર ઘણે જ ઉપકાર કર્યો છે, તેથી તે મને બહુ માને છે. બાકી એ કોણ છે? એ બાબત હું કઈને કાંઈપણ કહી શકું તેમ નથી, કારણકે કુમારે મને અગાઉથી જ સોગન આપ્યા છે તેથી હું કહીશ નહિ, છતાં પણ કદાચ કહું તો હે રાજન્ ! તમને દુઃખ થાય તેવું છે.” તે સાંભળી રાજા સેંકડો શંકાથી વ્યાપ્ત થઈ ગયો, તેથી તેણે બહુ આગ્રહથી કહ્યું કે
જો તું મને કાંઈ પણ માન આપતે હેય તે એને સર્વ વૃત્તાંત. જરૂર કહે.” ત્યારે તે બોલ્યો કે–“હે સ્વામિન્ ! કુમારની આજ્ઞાથી પણ તમારી આજ્ઞા અધિક બળવાન છે, કેમકે સ્વામીને દેહ એ મોટું પાપ છે. તેથી તમે સાવધાન થઈને સાંભળો–
હું વિજયપુરના જય રાજાનો પુત્ર છું. પરંતુ મને જુગારનું અતિ વ્યસન હેવાથી હું ચોરી કરતાં શીખે.” તે સાંભળી રાજાએ વિચાર્યું કે –“અહો ! આતો સત્યવાદી જણાય છે, કે જેથી તે પોતાના દેષને પણ છુપાવત નથી.” - ત્યારપછી રાજાની આજ્ઞાથી તે કહેવા લાગ્યો કે –“મારા પિતા જય રાજાને કૃપા પાત્ર એક મધુગીત નામને ચંડાળ કુળમાં ઉત્પન્ન થયેલે ગવૈયો છે, તેને સ્વર શર્કરા જે મધુર છે. તેને સુરગીત નાસને પુત્ર છે. તે પુણ્યના પ્રભાવથી બાલ્યાવસ્થાથી જ સૌભાગ્યવાન, શૂરવીર, બુદ્ધિમાન અને અતિ મધુર સ્વરવાળો છે. નીચ કુળમાં ઉત્પન્ન થયા છતાં પણ તેનામાં સૌભાગ્યાદિક ગુણોનો સમૂહ કમળને વિષે સુગંધની જેમ સર્વને ઉલ્લંઘન કરે તે છે. તેને મારા પિતાએ પ્રસન્ન થઈને સર્વોત્તમ કળા ભણાવી, તેથી તે મારી પાસે જ ગીતગાન કરતો હતું અને હું તેને વાંછિત દાન આપતે હતે.
બીજી પણ નાટ્યાદિક કળા ભણવાની ઇચ્છાવાળા તેણે ઘણાની પાસે પ્રાર્થના કરી, પરંતુ નીચ કુળને લીધે તેને કેઈએ જણાવ્યું નહિ. તેથી દેશાંતરમાં જઈ કળા શીખવાની તેની ઈચ્છા થઈ પરંતુ દ્રવ્ય વિના કંઈ ભણાવશે નહિ એમ ધારી તેણે મારી પાસે ધન માગ્યું. ત્યારે “મારા જ ઉપયોગમાં આવે તેવી કળાઓને આ શીખવાને છે.” એમ વિચારી મેં તેને એક કોટિ ધન આપ્યું. તે લઈ તે દેશાંતરમાં ગયે.
અનુક્રમે વિશાલપુર ગયા. ત્યાં ગુરૂસેવાદિકમાં કુશળ એ તે વિદ્યાવિલાસ નામના ઉપાધ્યાયને મારું આપેલું ધન આપી તેને વશ કરી લેકમાં પોતે ક્ષત્રિય તરીકે પ્રસિદ્ધ થઈ થોડા દિવસમાં તીવ્ર બુદ્ધિને લીધે સમ્યક્ પ્રકારે સમગ્ર કળાઓ શીખી ગયો. “ધન, બુદ્ધિ અને દંભથી શું સધાતું નથી?” તેમાં પણ પરદેશને વિષે તે તે ધનાદિક વિશેષ કરીને કાર્યસાધક બને છે. કહ્યું છે કે –