________________
૨૭૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર સર્વ વસ્તુ ધનાદિકવડે પ્રાપ્ત થાય છે, પણ ભાઈ પ્રાપ્ત થતો નથી.” એમ વિચારી ત્રણે પ્રિયાની અનુમતિ લઈ તે કુમારે તેને પોતાના દેશને અધિકારી કર્યો.
કુમારે આપેલા માનથી અને ધનાદિકથી તે સિંહ વિલાસ કરતો હતો, છતાં પાશમાં પડેલા શિયાળની જેમ તે મનમાં અત્યંત દુઃખી થતું હતું. પિતાની આપત્તિઓનું સ્મરણ કરી અને કુમારની સંપત્તિઓને જોઈ તે સિંહસાર વર્ષાવતુમાં જવાસાની જેમ સૂકાતો હતો. સર્વ સંપત્તિ સહિત અને સર્વ પ્રકારના તેજવડે અતિ દેદીપ્યમાન તે કુમારને જોઈ જેમ ઘૂવડ સૂર્યના અસ્તને ઈચ્છે છે તેમ તે સિંહસાર શ્રી જયાનંદકુમારના અસ્તને ઈચ્છતો હતે. તે દુષ્ટ વિચાર કર્યો કે–
મારે સંપત્તિ નથી, તો આની સંપત્તિને હું કેમ ન લઈ લઉં? વિશ્વાસ પામેલા અને વૃદ્ધિ પામતા શત્રુની કોણ ઉપેક્ષા કરે ? માટે કોઈ પણ પ્રકારથી આને મારી નાખું કે જેથી તેની સર્વ લક્ષ્મી મારા હાથમાં આવે. આ અભિલાષા પ્રાયે રાજાની સેવાથી જ સાધ્ય કરી શકાશે.” આ રીતે વિચારી તે સિંહસાર શ્રી જયાનંદકુમારની સાથે રાજા પાસે જવા લાગે, અને અનુક્રમે તેણે રાજાને એ પ્રસન્ન કર્યો કે જેથી તે સિંહસાર એક પણ ગમે તે વખતે રાજા પાસે જવા લાગે; પરંતુ તેના આવા દુષ્ટ અભિપ્રાય કઈ જાણવામાં આવ્યા નહી. “કાદવમાં છુપા રહેલા કાંટાને કણ જાણી શકે ?'
તે પણ મહા બુદ્ધિશાળી કુમારની પ્રિયાઓ તેની ચેષ્ટા વડે તેની દુછતા જાણતી હતી; પરંતુ પિતાની જેવી જ દષ્ટિ સિંહની છે એમ માનનાર શ્રીજયાનંદકુમાર તે પ્રિયાઓના વચનપર શ્રદ્ધા રાખતે નહોતે. “સપુરૂષે હમેશાં પરના ગુણોને જ જુએ છે અને દુષ્ટજન પરના દેને જ જુએ છે. સૂર્ય સદા પ્રકાશને જ આપે છે અને ઘૂવડ અંધકારને જ જુએ છે.” નગરીના લેકે આ બધું જોઈને વિચાર કરતા હતા કે
શ્રીયાનંદકુમાર આ શેરને પણ આટલું બધું માન આપે છે, તે શું સમાન આકૃતિવાળો હોવાથી તે તેને ભાઈ જ હશે ?” એકદિવસ રાજાએ કુમારને પૂછયું કે
ગુણેએ કરીને અધિક એવા અનેક જનેને છોડી હાથી જેમ શિયાળને મને તેમ તમે આને કેમ બહુમાન આપો છો ? ” કુમારે જવાબ આપ્યો કે –
મારે ભાઈ હોવાથી હું તેને માન આપું છું.” તે સાંભળી લેકની જેમ તેના વચનપર નહિ શ્રદ્ધા કરતા રાજાએ એકદિવસ એકાંતમાં કૌતુકથી સિંહને પૂછયું કે
આ કુમાર સાથે તારે શું સંબંધ છે?” ત્યારે અવસર આવ્યો જાણી તે માયાવી પિતાના અભિપ્રાય પ્રમાણે છે કે –
7
777777:
_
ર
-