________________
અગ્યારમા સા
૨૦૭
તેના સૈન્યે મારૂ સૈન્ય ભાંગ્યું, એટલે મેં તેની સાથે યુદ્ધ કર્યું. તેમાં તેણે મને પ્રહારવડે જ રિત કરી બાંધીને કેદખાનામાં નાખ્યો. પછી તે નિભયપણે અને પલ્લીનુ રાજ્ય ભાગવવા લાગ્યો, અને મને ચામડાથી મઢી પર્વતના શિખર ઉપરથી પડતા મૂકયો; પરંતુ કર્માંના ચેાગે હુ કાઈક પલાલ અને પાંદડાના ઢગલા ઉપર પડયો. ચારેબાજુથી ચાંદા પડેલા અંગવાળા અને પર્વતની શિલા સાથે ઘસાવા છતાં પણ હું મરણુ પામ્યો નહિ. રાત્રીએ અકાળે વરસાદ વરસ્યા. તે વખતે મઢેલા ચામડાની ગધથી કેટલાક શિયાળ ત્યાં આવ્યા, તેમણે તે ચામડુ' કરડી ખાધું, અને મૂર્છા પામેલેા હુ. શિતળ પવનથી ચૈતન્ય પામ્યા. જેને દુઃખ ભોગવવાનુ... હાય તેને અભાગ્યને યોગે મૃત્યુ પણ દુર્લભ હાય છે. ’
પછી અનુક્રમે તે પંતને ઓળંગી ત્રણથી જરિત એવા હું ગ્રામ નગર વિગેરેમાં ભમતો અને ભિક્ષાવ આજીવિકા કરતો કાળે કરીને અહીં આવ્યેા સ્વગ પુરી જેવા પણ આ નગરમાં હુ' ત્રણ દિવસ સુધી ભિક્ષા માટે ભમ્યા પણ મને ભિક્ષા મળી નહિ, તેથી મે· ચારી કરી. ‘ક્ષુધાતુર મનુષ્ય શુ' નથી કરતા ?’
હું બધુ ! તે' મને પ્રથમ અનેકવાર જીવિતદાન આપ્યું હતુ. વળી આજે પણ આપ્યું છે. તે જીંદગીપર્યંત દાસપણુ કરવાથી પણ હું તારા અટ્ટણી થાઉં' તેમ નથી. મને ધિક્કાર છે! પૂર્વ ઉપાર્જન કરેલું મારૂં પાપ વાણીથી પણ કહી ન શકાય તેટલું છે, તેથીજ પગલે પગલે હું દુષ્ટ આપત્તિએના સ્થાનરૂપ થાઉં છું. કહ્યુ` છે કે—
અધમ જનની સંગતિ, દુષ્ટ બુદ્ધિ, દરિદ્રતા, પગલે પગલે વધ ખ'ધ અને પરાભવ, શત્રુથી પરાભવ, પ્રિય વસ્તુના વિયાગ અને દુષ્ટ આપત્તિ એ સર્વ પાપરૂપી વૃક્ષના ફળે છે.”
આ પ્રમાણે સિંહકુમારને વૃત્તાંત સાંભળી કૃપાળુપણાને લીધે કુમારે તેને કહ્યું કે હું અંધુ ! તું ખેદ ન કર. આ સ`સારમાં આપત્તિ કેને નથી આવતી ? આ રાજ્ય અને આ ધન જે કાંઈ મારૂં છે, તે સ એમ માન. જે લક્ષ્મી સ્વજનેાવડે ભાગવાય તે જ સાક છે. ’’
તારૂં જ
એમ કહી કુમારે ઔષધિના જળવડે તેના શરીરનાં સર્વ ત્રણેા દૂર કર્યાં, અને તુષ્ટમાન થયેલા કલ્પવૃક્ષની જેમ તેણે તેને વસ્ત્ર અને અલ'કાર વિગેરે આવ્યાં. હુંસ જેવા તે કુમારે કાગડા જેવા તે સિંહને લેાકમાં પેાતાના ભાઈ તરીકે પ્રસિદ્ધ કરી સ કાર્યોંમાં માનપૂર્વક તેને અગ્રેસર કરી પોતાની પાસે રાખ્યા.
L
AL