________________
૨૭૬
શ્રી જયાન'દ કેવળી ચરિત્ર પાપીને મારી નાખવા માટે વષ્યભૂમિએ લઈ જઈ એ છીએ. ચારની એ જ દશા હાય છે; કારણ—પાપનું ફળ પ્રત્યક્ષ જ મળે છે. ” તે સાંભળી કુમારે વિચાયું કે—
“ હું અહીં દાતાર તરીકે પ્રસિદ્ધ છું, છતાં દરિદ્રી અને દુઃખી માણસને આવી ચારી કરવી પડે છે? આમાં તે મારા જ દોષ છે. ” એમ વિચારી પૂર્ણ કૃપાળુ કુમારે તેને રાજસેવક પાસેથી છેડાવી પોતાના મહેલને વિષે લઈ જઈ તેને સ્નાન ભાજન વિગેરે કરાવ્યું. પછી અવસરે કુમારે તેને પેાતાની પાસે બેલાવી પૂછ્યુ કે—
“તુ કાણુ છે ? અને શા માટે ચારી કરે છે? ” તે સાંભળી કુમારને આળખી તેણે નીચું મુખ કયું. અને ભયથી કાંઈ પણ ખેલ્યો નહિ. તે જાણી કુમારે અભયદાન આપ્યું, ત્યારે તે ગદ્ગદ્ સ્વરે ખેલ્યો કે—
*
“ મારૂં પાપીનું ચરિત્ર સાંભળવા લાયક નથી, તેથી હુ' શું કહું ? ’” આ પ્રમાણે તેના સ્વરથી તથા રૂપથી તેને એળખી કુમારે તેને કહ્યું કે અહા ! તું તે સિંહકુમાર છે! અરે ખ'! તારી આવી અવસ્થા કેમ થઈ ? ” એમ કહી સ્નેહથી તેને આલિગન કરી આસન પર બેસાડી તેને કહ્યું કે—
“ હું ભાઈ ! તારૂ પલ્લીનું રાજ્ય કથાં ગયુ? અને આ શરીર પર આટલા બધા ચાંદા શાથી પડચા ? ” તે સાંભળી કાંઈક ધીરજ લાવી કપટમાં કુશળ એવા તેણે પોતાના અપરાધ છુપાવી આ પ્રમાણે કહ્યું—(આ સ્થિતિએ પહેાંચ્યા છતાં પણ હજી કપટ છોડીને સત્ય વાત કહી શકાતી નથી ! )
“ હું કુમાર ! તે વખતે રાત્રીએ તું દેવીના મ`દિરમાં સુતા હતો, ત્યારે ખરાખર જાગતો ચારે બાજુથી હુ· તારૂ રક્ષણ કરી રહ્યો હતો, તેવામાં મે એક સિ ંહ આવતો જોયો. તેને ત્રાસ પમાડવા માટે અને તારૂ' રક્ષણ કરવા માટે હું તેની પાછળ ઘણે દૂર સુધી ગયા. ત્યાંથી પાછા વળતાં હુ' ભૂલા પડયો, તેથી માને પામ્યો નહિ. છેવટ ચારેબાજુ ભમી ભમીને પ્રાતઃકાળ થયો ત્યારે માગ સૂઝયો અને દેવીના મ`દિરમાં આવ્યો. ત્યાં ચિંતામણિ રત્નની જેમ સ્થાપન કરેલા તને જોયો નહિ, ત્યારે તે આખા પ તપર મે અને મારા સર્વ સૈનિકાએ તને શોધ્યો; પર`તુ સમુદ્રમાં પડી ગયેલા રત્નની જેમ અમે તને મેળવી શક્યા નહિ. પછી તારા વિયોગથી પીડા પામતા હુ પલ્લીનું પાલન કરવા લાગ્યા. કેટલેક કાળે સૂર્યના પ્રકાશને અભાવે અધકારની જેમ તારે અભાવે તે મહાસેન પલ્લીપતિએ અનુક્રમે મારી પૃથ્વી દબાવી. તે જાણી ઇર્ષ્યાના વશથી તેને નિગ્રહ કરવા માટે હું સ` સૈન્ય સહિત તેની પલ્લી પાસે જઈ તેની સાથે યુદ્ધ કરવા લાગ્યો.
M 14