________________
एकादश सर्ग वितरतु शिवशर्मापूर्वधन्वंतारश्री-स्विजगति फलिनीवच्छ्यामलः पार्श्वनाथः । समपनयति बाह्याभ्यन्तरानामयौधान् स्मृतिमपि गमिती यः सर्वविघ्नापहारी ॥
જે પ્રભુ માત્ર સ્મરણ કરવાથી જ સર્વ વિશ્નનો નાશ કરે છે, તથા બાહ્ય અને અત્યંતર વ્યાધિઓના સમૂહને દૂર કરે છે, તે ફલિની નામની ઔષધિ જેવા શ્યામ વર્ણવાળા શ્રી પાર્શ્વનાથરૂપી 'અપૂર્વ ધવંતરી ત્રણ જગતને શિવસુખ આપે.
હવે તે બુદ્ધિમાન શ્રીજયાનંદકુમારે કીડા કરવાના ઉદ્યાનાદિકમાં કીડા કરતાં ધર્મ અને સુખમય કેટલાક સમય નિર્ગમન કર્યો. એક દિવસ અશ્વકીડા કરવા માટે ઉદ્યાનમાં જતાં કુમારે માર્ગમાં વધ કરવા માટે વધ્યભૂમિ ઉપર લઈ જવાતા એક પુરૂષને જે, તેને ગધેડા ઉપર અવળે મુખે બેસાડવામાં આવ્યું હતું, તેના મસ્તક ઉપર સાત ઠેકાણે મુંડન કરેલું હતું, હાહ કરી રહેલા અનેક માણસો તેને માર મારી રહ્યા હતા, નાના છોકરીઓ તેની સામે કાંકરા અને ધૂળ ઉછાળી રહ્યા હતા, તેના આખા શરીરે રાખ એળેલી હતી, તેના મુખ ઉપર મેંશ લગાડેલી હતી, અને આખા શરીરે ચાંદાં પડેલાં હતાં. તેના પેટમાં ઊંડા ખાડા પડી ગયા હતા અને તેની આગળ સાંભળવું ન ગમે
એવું કહલ નામનું વાજિંત્ર વાગી રહ્યું હતું. આ પ્રમાણે જાણે નરકગતિની કંઈક , વાનકી હોય અને જાણે શરીરધારી સાક્ષાત્ પાપનો પીંડ હોય એવા આ પુરૂષને જોઈ શ્રીજયાનંદકુમારે કોટવાળને પૂછયું કે-“આ કોણ છે? અને તેને આવા પ્રકારનું દુઃખ આપી ક્યાં લઈ જાઓ છે?ત્યારે તેઓ બોલ્યા કે–
આ ચર રાત્રીમાં ઈશ્વર શ્રેષ્ઠીના ઘરમાં ખાતર પાડી સર્વસ્વ લઈ નાસી જતો હતે, તેટલામાં તેના ઘરવાળાએ જાગવાથી કે લાહલ કર્યો, તે સાંભળી અમે તેને પકડ્યો, અને તેની પાસેથી ચેરીને સર્વ માલ કબજે કર્યો; તેથી અત્યારે રાજાની આજ્ઞાથી આ - ૧ પ્રસિદ્ધ ધન્વન્તરી એટલે દેવઘ તો કેવળ બાહ્ય રોગને દૂર કરી શકે છે, અને વિશ્વને નાશ કરી શકતો નથી. તે પણ સ્મરણ કરવાથી નહિ, પણ સાક્ષાત સેવવાથી જ બાહ્ય રાગને દૂર કરે છે. તેથી પ્રભુને અપૂર્વ ધન્વન્તરી કહ્યા છે.