________________
૨૭૦
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર હતો, તેણે પ્રથમ વામનને હણતા રાજકુમારોની ઉપેક્ષા કરી હતી, અર્થાત્ કુમારે વામનને હણે છે તે ઠીક થાય છે એમ ધારી રાજા પિતે છેટે રહ્યો હતો, પરંતુ જ્યારે તે છ કુમારે પકડાયા, ત્યારે તે રાજાએ શોથી ભરેલા રથમાં રહેલા પિતાના સેનાપતિને સાર સૈન્ય સહિત તે કુમારેના સૈન્ય સાથે જોડી દીધો.
તે વખતે ચંડપલાદિક કુમારો રાજાની સહાય મળવાથી પિતપોતાના સૈન્ય સહિત ફરીથી ક્રોધવડે યુદ્ધ કરવા લાગ્યા. નટ ભાલાને ફેરવે તેમ વામને પણ પોતાના શરીરની ચોતરફ એવી રીતે સ્તંભને ફેરવ્યો કે જેથી તેના શરીરને એક પણ શસ્ત્ર વાગ્યું નહિ. એ રીતે શત્રુનાં શસ્ત્રોને કાપતાં તે વામને સેનાપતિ સુધી જઈ તેના પગ પકડી ચારે બાજુ ભમાડી આલાનÚભ-હાથીને બાંધવાના ખીલાની જેમ તેને કયાંઈક ઉડાડી દીધું. તે બહુ દૂર પડીને પૃથ્વીના આઘાતથી મૂછ પામ્યો. તેની તત્કાળ પિતાના પુરૂષ પાસે, વામને ચિકિત્સા કરાવી.
પછી તે વામને તેના જ શસ્ત્ર ભરેલા રથમાં બેસી હાથમાં ધનુષ્ય ગ્રહણ કરી તે રથ સારથી પાસે જલ્દીથી શત્રુના સિન્યમાં જમાડશે. તેના ઉપર બળના ગર્વથી ઉદ્ધત થયેલા અને ગર્જના કરતા ચંડાલ વિગેરે કુમારએ બાણોની વૃષ્ટિ કરી તેને તત્કાળ ફે; એટલે તેણે પણ દૂર સુધી પહોંચે તેવા બાવડે હાથીઓ અને સુભટના સમૂહને વધતાં લાંબા કાળ યુદ્ધ કર્યું. એકી સાથે છાતીમાં, તે વામનના બાણોથી વિધાયેલા શત્રુદ્ધાએ હાથી પાસે બકરા જેવા લાગતા હતા. પછી તે વામને ચંડપાળ કુમારને રથ ભાંગી ધનુષ્ય છેદી શસ્ત્રવિડે તેનું માથું અને મુખ મુંડી નાખ્યું. તે પણ તે ચંડપાળે શૂરવીર હોવાથી ખડ્ઝ ગ્રહણ કરી વેગથી કૂદકે મારી વામનના રથ પાસે આવી તેના પર ખનો ઘા કર્યો. તરત જ વામને તેનો ઘા છેતરી તેના હાથમાંથી ખગ્ન ખૂંચવી લઈ મુષ્ઠિના પ્રહારવડે તેને મૂર્શિત કરી તેના જ વસ્ત્રોવડે તેને બાંધી લીધે.
ત્યારપછી દરથ નામના વીર રાજપુત્રે વામનને યુદ્ધ કરવા બોલાવ્યો એટલે તે બને એ બાણવડે એકબીજાને આચ્છાદન કરતાં લાંબા કાળ યુદ્ધ કર્યું. છેવટે વામને શસ્ત્રવડે તેનું પણ મસ્તક મુંડી નાખ્યું. તેથી લજજા પામી તે નાસી ગયે. ત્યાર પછી રણબળ નામનો રાજકુમાર યુદ્ધ કરવા આવ્યો. તેની પણ વામને તે જ દશા કરી. એ રીતે વામને સાતે કુમારને નસાડી દીધા. એટલે બાકી રહેલા કુમારેએ વિચાર્યું કે
જે આ વામન યુદ્ધમાં અમને હણે તે તેની સાથે યુદ્ધ કરવાથી પાછળ રહેલા અમારા વંશજેને કાંઈ વધારે ગરાસ મળે તેમ નથી, અને તેવા પ્રકારની કોઈ કીર્તિ પણ મળવાની નથી, તે ફેગટ શા માટે અમારે મરવું જોઈએ ? ”