________________
દશમ સગ: ક્રોધાગ્નિવડે બળતા ટેપવડે મસ્તક ઢાંકી “અમારે હાથે જ તે દુષ્ટ ચેષ્ટાવાળા વામનને અમે મારશું”
એવી પ્રતિજ્ઞા કરીને તત્કાળ ગર્વથી સિન્યના અગ્રભાગે આવીને ઉભા રહ્યા. તેમને જોઈ હર્ષ પામી વામને તેમને મશ્કરીમાં કહ્યું કે–“અરે મુંડેલા મસ્તકવડે લજજા પામતા તમે કેમ પધાર્યા છે ? અથવા આવ્યા તે ભલે આવ્યા, હવે તો તે મસ્તકેને છેદીને જ હું તમારી લજજા દૂર કરીશ.”
આવી વામનની વાણી સાંભળી અત્યંત કોધ પામી તેઓએ વામન ઉપર બાણની વૃષ્ટિ કરી. બીજાઓએ પણ ચારે બાજુથી બાણ મૂકી આકાશ ભરી દીધું. તે વખતે વામનસિંહ પણ શ્રીપંચપરમેષ્ઠીનું સ્મરણ કરી એક મોટો સ્તંભ ઉખેડી તે મૃગ તરફ દેડ્યો. .
તેણે શરીરધારી જાણે પર્વતના શિખર હોય તેવા હાથીઓને પાડી નાખ્યા, અશ્વના સ્વારેને પારેવાની જેમ આકાશમાં ઉછાળી ભમાવ્યા અને હાથી જેમ ગોળા ઉડાડે તેમ પત્તિઓને ઉરાડ, પરંતુ કૃપાળુપણાને લીધે તેમને હણ્યા નહિ. માત્ર કેટલાક સુભટને મૂર્શિત કર્યા. પાપડની જેમ કેટલાકના રથે ભાગી નાખ્યા; તથા ધનુષ્ય, મુગર, ભાલા, ખલ્ગ અને ગદા વિગેરે હથિયારોના ચૂરેચૂરા કરી નાખ્યા.
ક્ષણમાં પૃથ્વીપર, ક્ષણમાં આકાશવિશે, ક્ષણમાં સૈન્યના અગ્રભાગે, ક્ષણમાં મધ્યભાગે અને ક્ષણમાં છેડે ભમતે તે વામન શત્રુઓને હણવા લાગે. સ્તંભ, મુષ્ટિ અને પાદરા ઘાતવડે ચારે બાજુથી હણીને તેણે મહાવતે, અસ્વારો, પત્તિઓ અને રથિકને પાડી દીધા. ઉડતા, પડતા, દૂરથી આવતા કે જતા એવા તેને લોકોએ જાણે નહિ; પરંતુ તેના પ્રહારથી પડી ગયેલા વીરેને જ જોયા. પછી મારવાને નહિ ઈચ્છતા વામને દંડના કે મળ પ્રહારવડે સૂરપાળ સહિત તે પાંચ મુંડિત કુમારોને મૂછિત કરી દીધા અને પિતાની બે બગલમાં, બે ખભા ઉપર અને બે પગની અંદર બબેને રાખી ત્યાંથી કુદી જલ્દીથી તે ત્રણે સ્ત્રીઓ પાસે જઈ તેમને થાપણની જેમ તે છ કુમારે સેંપ્યા.
તે સ્ત્રીઓએ પિતાના વામન પતિના આદેશથી પિતાની દાસીઓ પાસે તે છએને દઢ બંધનથી બંધાવી શીતળ ઉપચાર કરાવીને સાવધ કર્યા. આ રીતે તે છ કુમારો પકડાયા તેથી તેમનું સૈન્ય ચારે બાજુ ભાગી ગયું. કારણ કે–સર્વ કેઈને પિતાના પ્રાણ વહાલા હોય છે.”
હવે શ્રીપતિ રાજા કે જે પિતાની કન્યાઓને આવો પતિ થવાથી ખેદ પામત