________________
દશમ સ.
૩૭૧
એમ વિચારી તે સકુમાર સૈન્ય સહિત ત્રાસ પામી નાશી ગયા; કેમકે સને જીવવાની ઇચ્છા પ્રબળ હોય છે. પછી વામને સૈન્ય સહિત તે સને આશ્વાસન આપ્યું, તે વખતે રણસંગ્રામ જોવા આવેલા બ્યતરાએ વામન ઉપર પુષ્પવૃષ્ટિ કરી.
આ પ્રમાણે સવ કુમારેાના પરાજય અને વામનના વિજય જોઈ દુબુદ્ધિવાળા અને સ્વતંત્ર વિચારવાળા શ્રીપતિ રાજા પોતે સર્વ સૈન્ય સહિત યુદ્ધ કરવા તૈયાર થયા. તે જોઈ તેના હિતેચ્છુ પ્રધાનોએ તેને કહ્યું કે—
“ હું રાજન્ ! વિચાર્યા વિના ઉદ્ધતાઈ કરીને મૂર્ખાઈથી મરવાને કેમ ઇચ્છે છે અને સૈન્યના સંહાર કરાવવા કેમ તૈયાર થયા છે આ વામનની પાસે આખા જગતના સુભટા તૃણ સમાન છે. તમે સૈન્ય સહિત આ વામનથી હણાશેા, તે તેમાં તમારી શી કીર્તિ થશે, અને જે કદાચ પકડીને જીવતા મૂકી દેશે, તે પછી તે જમાઈને શી રીતે તમે તમારૂં મુખ દેખાડી શકશે ?
શસ્ત્ર રહિત એવા એકલા એણે આ પ્રમાણે સૈન્ય સહિત સવ કુમારેાના પરાજય કર્યાં, તે તેની પાસે ઇંદ્ર પણ શા હિસાખમાં છે ? આવી કળા અને ખળના વિસ્તારવાળે વર કન્યાઓના ભાગ્યથી જ મળેલ છે, તેા શામાટે હને સ્થાને ખેદ કરેા છે ? વળી આવું શૌય, આવી કળાએ, આવું દાન અને આવી કૃપા વિગેરે ગુણ્ણા વામનને વિષે સંભવતા નથી; કેમકે આકૃતિ વિના ગુણ હોઈ શકે નિહ. તેથી જરૂર આ કાઈ દિવ્ય પ્રકૃતિવાળા મહાપુરૂષ જણાય છે, ઇચ્છા પ્રમાણે વિદ્યાર્દિકની શક્તિવડે જૂદાં જૂદાં રૂપે કરી પૃથ્વીપર ક્રીડા કરતા હાય એમ અમને ભાસે છે.
વળી તમારી કુળદેવતાએ પણ ઘેષણાપૂર્વક તેનાપર વાર વાર પુષ્પવૃષ્ટિ કરી અમારા તને મજબૂત કર્યાં છે. તેથી જો તેની પ્રાના કરવામાં આવે તે તેણે કળા પ્રગટ કરી તેમ પેાતાનું સ્વાભાવિક રૂપ પણ દાક્ષિણ્યતાથી પ્રગટ કરશે, માટે તે ખાખતની પ્રાથના કરા.
""
આ પ્રમાણે નીતિમાને અનુસરનારી અને પરિણામે હિતકારક એવી પ્રધાને ની વાણી અંગીકાર કરી રાજાએ તત્કાળ વિજયના વાજિંત્ર વગડાવ્યા, અને પ્રધાનાદિક સહિત તે વામનની સન્મુખ ચાલ્યા; તેટલામાં ખદીજના જેના ગુણની ઘેાષણા કરતા હતા અને ગાયકા જેના ગીત ગાતા હતા તથા જે તેને મહાદાન આપતા હતા એવા તે વામને તત્કાળ રથ ઉપરથી ઉતરી શ્વસુરને પ્રણામ કર્યાં.
રાજાએ પણ તેને આશીર્વાદ આપી આલિંગન કર્યું. પછી રાજાએ સુવર્ણના આસન