________________
દશમ સગ. :
૨૬૭ કહ્યું કે “લગભગ એક મહીના પહેલા આ વામન મારી પાસે આવ્યો, ત્યારે મારા પૂછવાથી તેણે કહ્યું હતું કે–
નેપાળ દેશમાં રહેલા વિજયપુર નામના નગરથી હું ક્ષત્રિય પુત્ર અહીં કળા શીખવા આવ્યો છું.” આથી વધારે એનું સ્વરૂપ હું જાણતો નથી. તેની પાસે દિવ્ય અલંકારે છે, તે દાન પણ પુષ્કળ આપે છે, હું જ્યારે તેને પ્રયત્નપૂર્વક કળા શિખવતો હતો, તે વખતે તે તે પોતાની મૂર્ખાઈ જ દેખાડતે હતો. આટલા વખત સુધીમાં તેણે કળાનું નામ પણ જણાવ્યું નહોતું, આજે જ તેણે એકી સાથે આવી દિવ્ય કળાઓ દેખાડી છે. તેથી જરૂર આ પુરૂષ કઈ ગુપ્ત સ્વરૂપવાળો જણાય છે.” આવી કળાચાર્યની વાણી સાંભળી રાજાના મનમાં ઘણું ઘણા સંકલ્પ-વિકલ્પ થયા.
હવે સર્વ રાજકુમારે અત્યંત ખેદ પામી વિચારવા લાગ્યા કે-“અહો! આ માયાવી વામને આપણો સર્વને પરાભવ કર્યો. પ્રથમ આટલે કાળ મૂર્ણપણું બતાવી અત્યારે એકીસાથે સર્વ કળાઓ દેખાડીને તેણે ત્રણે કન્યા ગ્રહણ કરી; તેથી આપણે આટલો બધે અભ્યાસનો શ્રમ તેણે વ્યર્થ કર્યો.
જે પ્રથમ આપણે આ જાણ્યો હોત, તો તે જ વખતે તેને આપણે પણ નાખત, અથવા તો હજુ પણ આ નિરાધાર રંકને હણી ત્રણે કન્યાઓને સ્વેચ્છાએ ગ્રહણ કરવા શું આપણે શક્તિમાન નથી? અજાણ્યા કુળ અને શીળવાળે તથા કુરૂપ એ આ ત્રણે કન્યાઓને લઈ જાય, તે આપણે શી રીતે સહન કરી શકીએ? તેમ થવાથી તો આપણી હાંસી અને પરાભવ અવશ્ય થાય. - આપણે સૈન્ય સહિત ઘણા છીએ, તેથી રાજા પણ આપણને શું કરી શકે તેમ છે? વળી માયાવડે અપરાધ કરનાર આ રંકને મારવામાં આપણને કાંઈ પાપ પણ લાગે તેમ નથી. અથવા ઘાત કરવાને તૈયાર થયેલા આપણને જેઈ જે તે વામન નાશી જશે, તે તે સાંકની હત્યાનો દોષ આપણને લાગશે નહિ, અને આપણું કાર્ય પણ સિદ્ધ થશે.”
આ પ્રમાણે પરસ્પર વિચાર કરી સર્વની અનુમતિ લઈ સૂરપાળ નામના એક મુખ્ય રાજકુમારે વામનને કહ્યું કે-“હે વામન ! આપણા એક ગુરૂ હોવાથી તું અમારે ગુરૂભાઈ છે, તેથી તેને હું હિત વચન કહું છું કે
મોર અને માંકડા વિગેરેને વિષે પણ નૃત્ય સુલભ હોય છે, કેયલ અને ચાંડાળ વિગેરેને વિષે પણ ઉત્તમ ગીતકળા હોય છે, તથા ચાંડાળો પણું વીણાદિકનો નાદ સારો કરી શકે છે; પરંતુ વામન ! તે સર્વમાંથી કોઈ પણ રાજકન્યાને યોગ્ય નથી, તે જ