________________
૨૬૬
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર થયો. એટલે વામને વીણા વગાડવી બંધ કરી, અને તેનાથી જીતાયેલી નાદસુંદરી તત્કાળ હર્ષ પામી તેને વરમાળા પહેરાવી. તે બન્ને ઉપર પુષ્પવૃષ્ટિ કરીને આકાશમાં રહેલી દેવીએ પ્રથમની જેમ ઘેષણ કરી. વામને સ્તુતિ કરનારાઓને તથા યાચકોને ઇચ્છિત દાન આપ્યું.
અહો ! આનું દાન ! અહો ! આની કળા ! અને અહો ! આની લીલાપૂર્વક ચતુરાઈ! ” ઈત્યાદિક વામનની સ્તુતિ કરવામાં સર્વ જને વાચાળ થયા તથા
અહો ! આવા ગુણને આધાર આ પુરૂષ વામનપણીવડે દૂષિત થયો છે, તે અધમ વિધાતાના આવા અનુચિતપણે વિષે શું કહીએ ? ક " છે કે –
ચંદ્ર વિષે કલંક છે, કમળના નાળ ઉપર કાંટા છે, ઉત્તમ સ્ત્રી પુરૂષને વિયોગ થાય છે, રૂપવાળો જન દુર્ભાગી હોય છે, સમુદ્રનું જળ ખારૂં છે, પંડિત પ્રાયે નિધન હોય છે અને ધનવાન માણસ કૃપણ હોય છે. તે ઉપરથી સમજાય છે કે “વિધાતાએ રત્નોને જ દૂષિત કર્યા છે. અથવા તો “મેઘથી ઢંકાયેલા સૂર્યની જેમ આ કઈ દિવ્ય પુરૂષ વામનપણુએ કરીને ગુપ્ત રહે છે. આના ગહન સ્વરૂપને સર્વજ્ઞ ભગવંત જ જાણી શકે તેમ છે.” ઇત્યાદિક વિવિધ વાતને લકે પરસ્પર કરવા લાગ્યા.
આ પ્રસંગે શ્રીપતિ રાજાએ વિચાર્યું કે –“આ કન્યાઓની પ્રતિજ્ઞાને ધિક્કાર છે, નિંદિત કાર્ય કરનાર વિધાતાને ધિક્કાર છે, ન્યૂન કળાવાળા રાજકુમારને ધિક્કાર છે, અને એ બાબતમાં આદેશ આપનારા મને પણ ધિક્કાર છે, કે જેથી રૂપવડે અપ્સરાઓને પણ તિરસ્કાર કરનાર અને મને પ્રાણથી પણ વહાલી આ મારી ત્રણે પુત્રીને વામન પતિ થયો. કાર્ય આરંભ જુદા પ્રકારે કર્યો હતો, અને તેનું પરિણામ જુદી રીતે જ આવ્યું.
જે અસંભવિત હતું તે સંભવિત થયું. દૈવને ઉલ્લંઘન કરવા કોણ સમર્થ છે? કહ્યું છે કે—અવશ્ય થવાના કાર્યોમાં પ્રતિબંધ રહિત એવી વિધાતાની ઈચ્છા જે દિશાએ દેડે છે, તે જ દિશાએ વાયુને જેમ તૃણ અનુસરે છે તેમ મનુષ્યનું ચિત્ત અવશ્ય અનુસરે છે. તથા–જે મને રથની ગતિને અવિષય હોય છે, અર્થાત્ જેને મનોરથ કઈ વખત કર્યો હતો નથી, જેને કવિની વાણી સ્પર્શ કરી શકતી નથી, તથા જ્યાં પિતાની પ્રવૃત્તિ પણ દુર્લભ છે, તેવું કાર્ય વિધાતા લીલામાત્રમાં જ કરી છે.”
આવો વિચાર કરી ચિંતાતુર થયેલા રાજાએ કળાગુરૂને પૂછ્યું કે આ વામન કેવું છે? તેને કયો દેશ છે? અને તેનું કયું કુળ છે? તે મને કહો.” કળાચાર્યે