________________
દશમ સગર : થઈ ગયા અને તે હાથી પણ સ્તબ્ધ થઈ ગયો. પછી નાદસુંદરીએ નાદ બંધ કર્યો, અને મહાવતાએ તે હાથીને પકડી લીધે. ત્યારે પ્રથમની જેમ સર્વ સભાસદે નાદસુંદરી જીતી, નાદસુંદરી જીતી. આ પ્રમાણે જય જય શબ્દોને બેલી ઊઠયા. - પછી ખેદ પામેલા રાજાએ પ્રથમની જેમ ઉપાધ્યાયને પૂછયું, ત્યારે તેમણે બે વરમાળાએ કરીને શોભતા વામનને જ બતાવ્યો. તે વખતે પ્રથમની જેમ વિચાર કરી રાજાએ તેને વીણા વગાડવાની આજ્ઞા આપી. રાજાના આદેશથી હર્ષ પામેલા તેણે વગાડવા માટે વીણા માગી. ત્યારે રાજાની આજ્ઞાથી મનુષ્યોએ તેને એક ઉત્તમ વીણ આપી. તે જોઈ વામન બોલ્યા કે–
આ વીણાના દંડની અંદર કીડે છે.” તે સાંભળી કૌતુકથી રાજાએ તેની સાબીતી પૂછી, ત્યારે તેણે દંડ ભાંગી તેમાંથી કીડે કાઢી બતાવ્યો. પછી બીજી વીણું આપી. તેનું તુંબડું કડવું છે એમ વામને કહ્યું. ત્યારે રાજાની આજ્ઞાથી કોઈ માણસે તે તુંબડાને કકડો મુખમાં નાખી વામનનું વચન સત્ય છે એમ કહ્યું. પછી ત્રીજી વીણું આપી. તેની તંત્રીમાંથી સૂક્ષ્મ વાળ વામને કાઢી બતાવ્યો. પછી ચોથી વણા આપી ત્યારે તે બેલ્યો કે–“આને દંડ ઘણુ કાળ સુધી જળમાં રહેલે છે.” એ પ્રમાણે ઘણી વિણાઓને દૂષિત કરી છેવટે એક વિશુદ્ધ વીણાને પરીક્ષાવડે પસંદ કરી તે વામન તેને સમ્યફ પ્રકારે વગાડવા લાગ્યો. તેને ધ્વનિ સાંભળી સભ્યએ તર્ક કર્યો કે –“આ સુખનું સર્વસ્વ શું સ્વર્ગલેકથી અહીં પ્રાપ્ત થયું છે? શું આ કાનને વિષે અમૃતવૃષ્ટિ થાય છે? શું તપથી તુષ્ટમાન થયેલા ઈંદ્ર પૃથ્વીના લેકેને સુખી કરવા માટે આ વામન વાદકને મોકલ્યો છે???
એ પ્રમાણે ડાહ્યા પુરૂષોએ તર્ક કર્યો. અનુક્રમે તેના નાદને રસ અત્યંત ઉત્કૃષ્ટપણને પામ્યા, ત્યારે આનંદરસમાં એકાંતે લીન થયેલી આખી સભા નિદ્રાને વશ થઈ ગઈ, તે વખતે પ્રથમથી જ સંકેત કરી રાખેલા અને જેમણે પિતાના કાન બંધ કરી રાખ્યા હતા એવા મહાવતોએ મદિરાપાન કરાવેલે કોધી હાથી તે તરફ હાંકી મૂક્યો. તે હાથી સભાની નજીક આવ્યો, તે પણ કોઈએ તેને જાણ્યો નહિ. તે હાથી પણ તે નાદથી એવો સ્થિર થઈ ગયે કે જેથી મહાવોએ તેને અંકુશના પ્રહાર કર્યા, તે પણ તે હાથીને ખબર પડી નહિ.
ત્યારપછી પ્રહાર કરી કરીને થાકી ગયેલા મહાવતએ પ્રથમ જય જ્ય શબ્દ કર્યો, અને પછી સર્વ સભાજનોએ તે શબ્દ કર્યો. આકાશમાં પણ વાજિંત્રને નાદ
જ-૩૪