________________
શ્રી જયાનંદ કેવળ ચરિત્ર
સ્વરે ઘોષણા કરી કે –“વામન જીત્યો, વામન છો.” જય જ્ય શબ્દથી વૃદ્ધિ પામતો જયવાજિંત્રને નાદ પણ તે વખતે થયો. પછી વામને પિતાને જીતી લીધી જાણ ગીતસુંદરીએ પણ તત્કાળ તેને વરમાળા પહેરાવી દીધી. તે વખતે વામન અને કન્યાના મસ્તકપર પુષ્પવૃષ્ટિ કરી રાજાની કુળદેવીએ પ્રથમની જેમ આકાશવાણી કરી.
ઢાંકેલા કાનવાળા તે હજામો પ્રથમથી જ નાશી ગયા હતા, તેથી મનુષ્યના હાસ્યવડે પિતાના મસ્તક મંડેલા જાણી તે પાંચે કુમારે લજજા પામી નાશી ગયા. રાજાઓ વગેરેએ પણ પ્રથમની જેમ દાસીઓને ઘણું ધન આપી તેમની પાસેથી પોતાના શસ્ત્ર અને અલંકારો પાછાં ગ્રહણ કર્યા. દાસીઓએ પણ ધનપ્રાપ્તિથી પ્રસન્ન થઈ વામનને આશીષ આપી.
પછી શ્રીપતિ રાજાએ વિચાર્યું કે—“આ બે કન્યાને તે વામન પરણશે; તેથી દૈવયોગે તે બન્નેને વિડંબના અને મને લઘુતા પ્રાપ્ત થઈ છે; પરંતુ હવે આ મારી એક પુત્રીને કેઈપણ પ્રકારે કોઈ રાજકુમાર પરણે તે મારા હૃદયમાં કાંઈક શાંતિ થાય.”
એમ વિચારી રાજાએ પ્રતિહારને આજ્ઞા આપી, એટલે તેણે પ્રથમની જેમ ઊંચા હાથ કરી કેળાહળને શાંત કરી ઊંચે સ્વરે કહ્યું કે “હે રાજકુમારો ! સાંભળે. તમે ઘણા છતાં આ બે કન્યાઓ પ્રતિજ્ઞાના વશથી વામનને વરી છે, તેથી તમારે પરાભવ થયે છે અને તમારે શરમાવા જેવું થયું છે. તે હવે તમારામાંથી કોઈ પણ નાદકળાથી. આ નાદસુંદરીને જીતી તેની સાથે પાણિગ્રહણ કરે.”
આ પ્રમાણે સાંભળી વામનથી પિતાનો પરાભવ માની તે રાજકુમાર વિશેષ નિપુણતાથી વિવિધ રાગવડે અનુક્રમે વીણુ વગાડવા લાગ્યા. તેના નાદવડે સર્વ સભા જાણે સ્તબ્ધ થઈ હોય તેમ બીજી સર્વ ચેષ્ટાને ત્યાગ કરી તેમાં જ લીન ચિત્તવાળી થઈ ગઈ | સર્વોત્તમ કળાવાળા તેઓમાં પૂર્વ પૂર્વ વિજય કરવાના અનુકમથી કોઈ એક કુમાર વગાડતાં વગાડતાં છેલ્લે વગાડવાને અવસર પામ્યો, ત્યારે પ્રથમથી સંકેત કરી રાખેલા મહાવતાએ તે સભા તરફ એક મોટો હાથી છેડી મૂક્યો. તે ક્રોધ પામેલે મહા ભયંકર હાથી ગર્જના કરતો દેડીને સભા નજીક આવ્યું, ત્યારે સર્વ સભાસદે. ભયથી ત્રાસ પામ્યા; કેમકે “સર્વ નાદાદિક રસ કરતાં પિતાનું જીવિતવ્ય દરેકને વધારે વહાલું હોય છે.” , તે વખતે રાજાની આજ્ઞાથી નાદસુંદરી વીણા વગાડવા લાગી. તે સમયે જાણે કાનમાં અમૃત રેડાતું હોય નહિ એવા તે વીણાના પ્રસરતા નાદવડે સર્વ સભાસદે ખંભિત