________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર વિશેષ કહેવાય? ઉત્તમ પુરૂએ જે પ્રાણાતિપાતાદિક અઢાર દેની નિંદા કરી છે, તેજ દેવડે દેવાદિકની જે સ્તુતિ કરવી, તે તે તત્વથી નિંદાજ છે. અથવા આવી સ્તુતિ કાંઈ પણ ચમત્કાર કરનાર નહિ હોવાથી પંડિતે તેવી સ્તુતિને ઈચ્છતા જ નથી.
હવે અસાધારણ ગુણે પણ કલ્પિત અને અકલ્પિત એવા બે પ્રકારના છે. તેમાં જે અછતા ગુણે રાગ, દ્વેષ અને મહાદિક વડે મૂઢ થયેલી બુદ્ધિવાળા જનોએ શાસ્ત્રાદિકમાં પ્રરૂપ્યા છે તે કલ્પિત ગુણે કહેવાય છે. તેવા કલ્પિત ગુણની સ્તુતિ આ પ્રમાણે તેઓએ કરી છે.–
પર્વત, નદીઓ, સમુદ્ર, વન, ગામ, ખાણો અને નગરોથી યુક્ત એવી પૃથ્વી જેના ઉદરમાં છે તેવા દેવને તમે ભક્તિપૂર્વક પ્રણામ કરો” કહ્યું છે કે –
બળદેવે કહ્યું કે– હે માતા ! રમવા ગયેલા આ કૃષ્ણ હમણાં પોતાની ઈચ્છા . પ્રમાણે માટી ખાધી છે.” ત્યારે માતાએ કૃષ્ણને પૂછ્યું કે –“હે કૃષ્ણ! આ વાત સાચી છે? ” કૃષ્ણ કહ્યું કે –“હે માતા ! આ મુશલી-બળદેવ ખોટું બોલે છે. જુઓ મારું મુખ.” માતાએ કહ્યું કે—મુખ ઉઘાડ જોઈએ.” ત્યારે તેણે મુખ ઉઘાડ્યું. તે વખતે બાળક-કૃષ્ણના મુખમાં આખું જગત જોઈ માતા આશ્ચર્ય પામી, તે માધવ-કૃષ્ણ તમારું રક્ષણ કરે.” તથા–
જે પ્રજાપતિ-બ્રહ્મા સમગ્ર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરે છે, તે સાવિત્રીના પતિ-બ્રહ્મા, હરિ–વિષ્ણુના નાભિકમળમાં રહે છે તેને અમે નમસ્કાર કરીએ છીએ.” તથા–
પ્રલય કાળે નાશ પામેલી સૃષ્ટિ-દુનિયા અગત્ય ઋષિએ અગથીઆના વૃક્ષ પર લટકાવેલા પિતાના તુંબડામાં રહેલા વટવૃક્ષના એક પાંદડા ઉપર સુતેલા હરિ-વિષ્ણુની કુક્ષિમાં બતાવી.” તથા મુરારિ નાટકમાં કહ્યું છે કે—
મહાપ્રલય કાળમાં સમગ્ર જગતને વિનાશ થયો ત્યારે વિષ્ણુના નાભિકમળમાં નિવાસ કરનાર બ્રહ્માએ ફરીથી ત્રણ ભુવન રચવાની ઈચ્છા થતાં “આ સુષ્ટિનું શું અધિકરણ-આધાર છે તથા ક્યાં અને કેવી તેની સ્થિતિ ? ? તે જોવા માટે જેના ઉદરમાં પ્રવેશ કર્યો, તે જગન્નિધિને નમસ્કાર થાઓ.”
આ પ્રમાણે સમુદ્રમંથન અને રામના ધનુષ્ય વિગેરેના સંબંધમાં પણ કલ્પિત ગુણની સ્તુતિ જાણે લેવી. આવી સ્તુતિ પણ સત્પરૂએ મૃષાવાદનો દેષ લાગે તેથી કરવા લાયક નથી. શ્રી જિનેશ્વરનાં વચનનાં તત્ત્વને જાણનાર કયો પુરૂષ મિથ્યાદષ્ટિના