________________
દશમ સંગ
૨૬૧ ધસંત નામના રાગમાંથી નકલી છે. ભૈરવી , ગુર્જરી ૨, ભાષા ૩, વેલાકુલા ૪, કર્ણાટી પ અને રકતહંસા ૬ એ છ ત્રીજા પંચમ રાગમાંથી પ્રગટે છે. ત્રિગુણા ૧, સ્તંભતીર્થો ૨, આભીરી ૩, કુકુભા ૪, વિષ્પરીટી વૈરાડી ૫ અને વસંખેરી ૬ એ છે ચોથા ભૈરવ રાગને વિષે કહી છે. બંગાલ ૧, મધુરી ૨, કેમદા ૩, દેષશાટિકા ૪, દેવી અને દેવાલા ૬ એ છ પાંચમા મેઘરાગથી ઉત્પન્ન થાય છે. તેડી ૧, મટકરી ૨, શ્રીભૂપાલપ્રિયા ૩, નટ્ટા ૪, ધનાશ્રી પ અને મલી–માલવી એ છ છઠ્ઠા નટ્ટનારાયણ રાગથી ઉત્પન્ન થાય છે. કુલ ૩૬ થઈ. શ્રીરાગમાં માલવી રાગ ગુરૂમટે છે ૧, વસંતમાં બાણ રાગ ગુરૂ છે ૨, પંચમમાં પૂર્વિક રાગ ગુરૂ છે ૩, ભૈરવમાં કેદારક રાગ ગુરૂ છે , મેઘ રાગમાં સાલિ રાગ ગુરૂ છે , તથા નટ્ટનરાયણમાં કલ્યાણ રાગ ગુરૂ છે ૬. આ છ ગુરૂ મળી કુલ ૪૨ રાગે થાય છે. આ સર્વ ગીતશાસ્ત્ર ગ્ય કાળે ભણાયું હોય તે તે યોગ્ય કાળે બોલી શકાય છે. “ હે રાજા ! પ્રાયઃ કરીને ગીતને વિષે સ્તુતિ અને નિંદા બને હોય છે. પરંતુ સજનના મુખથી નિંદા નીકળતી નથી, તેથી તેને હું કહેતું નથી. તેમજ છતા અને અછતા ગુણનું કીર્તન કરવાથી સ્તુતિના બે ભેદ થાય છે. તેમાં અછતા ગુણનું કીર્તન વિવાહાદિકમાં કરાય છે, તથા નીચ જને અન્ય સ્થળે પણ અછતા ગુણનું કીર્તન ઈચ્છે છે;
પરંતુ મૃષાવાદી દેષયુક્ત થાય છે. એથી સંતપુરુષે મૃષાવાણી બેલતા નથી. સંતપુરુષે બે પ્રકારના હોય છે, સાધારણ ગુણવાલા અને અસાધારણ ગુણવાલા. સાધારણ ગુણતા ઘણું કરીને સર્વમનુષ્યમાં મળી આવે છે, તેવા સાધારણ ગુણનું વર્ણન કાવ્ય પ્રકાશમાં આ રીતે કર્યું છે :- ' “નમસ્કાર કરતા કૈલાસાલય-શંકરના કપાળમાં રહેલા ત્રીજા નેત્રની કાંતિવડે જેના પગે લગાડેલા અળતાના રસની પ્રગટતા થઈ છે એવી ગિરિભૂ-પાર્વતીના પગના નખની કાંતિ તમારું સદા રક્ષણ કરે. સ્પર્ધા કરવાથી જાણે દેદીપ્યમાન થઈ હોય એવી જે પાદનખની કાંતિવડે અત્યંત રૂઢ થયેલી શંકરના બે નેત્રની રક્તકમળના જેવી કાંતિ પણ તત્કાળ દૂર કરાતી હતી.”
તથા “પાર્વતીનું પહેરેલું વસ્ત્ર કાઢી નાંખેલું હોવાથી લજજાને લીધે તેણીએ પિતાના બે હસ્તકળવડે જેનાં બે નેત્રે ઢાંક્યાં હતાં એવા શંકરનું ત્રીજું નેત્ર કે જેને પાર્વતીએ-ઢાંકવાના ઈરાદાથી ચુંબન કર્યું હતું તે નેત્રને નમસ્કાર થાઓ.” ઈત્યાદિ.
આવી રાગાદિક ચેષ્ટા તે સર્વ લેકમાં દેખાય છે, તે એવી સ્તુતિવડે દેવમાં શું