________________
२६०
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર હવે મનુષ્યથી ઉત્પન્ન થયેલા ગાંધર્વ—ગીતના વિષયમાં કાંઈક કહું છું, તે સાંભળો– ગાનાર પુરૂષ શરીરે કૃશતા અને સ્કૂલતા રહિત હોવો જોઈએ, તેના ગળામાં કાંઈ પણ વ્યાધિ ન હોવું જોઈએ. અથવા તે સર્વથા પ્રકારે નિરેગી, આનંદી અને યુવાન હોવું જોઈએ.
તલ, તેલ, અડદ અને ગેળ વિગેરેને આહાર કરનાર ન હોય, સાકર તથા મધયુક્ત દૂધ તથા જળનું પાન કરતા હોય, અતિ ઉષ્ણુ અને અતિ શીત ભજન કરતે ન હોય, તથા તાંબૂલવડે જેનું મુખ અત્યંત શુદ્ધ હોય તે શુદ્ધ ગીતગાન કરી શકે. એ જ રીતે સ્ત્રી પણ આવા ગુણવાળી હોવી જોઈએ.
આવા મનુષ્યની નાભિથી પ્રયત્ન વડે પ્રેરાયેલે જે વાયુ ઉત્પન્ન થાય, તેને ગીતકળાના નિપુણ પુરૂષ પ્રાણવાયુ કહે છે. તે પ્રાણવાયુ મૂર્ધસ્થાનમાં ઉભે થઈ મુખમાં ભ્રમણ કરી જિલ્લા, દાંત, એઈ અને તાલુને વિષે પરાવર્તન પામી-અથડાઈ વર્ણોને અને નાદને ઉત્પન્ન કરે છે.
તે નાદ મંદ્ર, મધ્યમ અને તાર એમ ત્રણ પ્રકાર છે. તે નાદ સ્થાનાદિકના વશથી સાત પ્રકારે સ્વરના ભેદવા છે. વળી તે સ્વરોના સામાન્ય અને વિશેષ એવા બે ભેદ છે. તથા ગ્રામ, વજ, મધ્યમ અને પંચમ એમ ત્રણ પ્રકારે કહેવાય છે. સ્વર અને ગ્રામને વિષે એકવીશ મૂછના હોય છે. આ સ્વરોને વિષે રોગો ઉત્પન્ન થાય છે. તે રાગો કુલ બેંતાળીશ હોય છે. તેમાં આગમિક-આગમથી ઉત્પન્ન થયેલું અને દેશજ, -દેશમાં ઉત્પન્ન થયેલું એમ બે પ્રકારનું ગીત કહેવાય
અર્ધમાગધી ભાષામાં પણ સંગીતશાસ્ત્રના સ્વરૂપનું વર્ણન કરતાં કહ્યું છે કે –
“તે સ્વરમાં બેંતાલીશ રાગ ઉત્પન્ન થાય છે, અને તેમાં બે પ્રકારનું ગીત ઉપજે છે–ગવાય છે. તે આ પ્રમાણે-આગમિક અને દેશી.”
તેમાં આગમ સંબંધી ગીતના સાત સાત વખત છ ભેદ બતાવ્યા છે–એટલે ૭ ૪૬ = ૪૨ ભેદો થાય છે. વારંવાર બતાવીને ઉક્ત ભેદને તે તે રાગમાં સમાવેશ કરવામાં આવ્યા છે.”
તથા બીજા ભેદમાં જે દેશી ગીત કહ્યું છે તે એલામાષ્ટિત અને દ્રુપદ આદિ ભેદેથી અનેક પ્રકારનું છે.”
પચાસ અથવા બેંતાળીશ રાગો લેકમાં પ્રસિદ્ધ જ છે. તે આ પ્રમાણે–શ્રીરાગ ૧, વસંત ૨, પંચમ ૩, ભૈરવ ૪, મેઘરાગ ૫ અને છઠ્ઠ નટ્ટનરાયણ ૬. આ છા રાગ છે. તેમ ગૌરી ૧, કોલાહલા ૨, અંઘારી ૩, દ્રવિડી ૪, માલકેશિકી છે અને છઠ્ઠી દેવગાંધારી ૬ આ છે રાગણે પહેલા શ્રીરાગમાંથી ઉત્પન્ન થાય છે. હિંડેલા ૧, કૌશિકી ૨, રામગ્રી ૩, દ્રુમમંજરી ૪, ગુંડકૃતિ છે અને દેશની ૬ એ છે બીજા