________________
દેશમ સગ. * *
www
ગીતસુંદરી પોતાની સામગ્રી સહિત ગાવા લાગી. તે ગાતી હતી ત્યારે તેના ગીતના રસથી આખી સભા જાણે નિદ્રાવશ થઈ ગઈ હોય તેમ સ્તબ્ધ બની ગઈ
તે વખતે પૂર્વે સંકેત કરી રાખેલી કેટલીક દાસીઓએ ગીતની અસર પિતાની ઉપર ન થઈ જાય તેટલા માટે પ્રથમથી જ કાન બંધ કરી રાખ્યા હતા, તેમણે રાજા વિગેરે સર્વના હાથમાંથી ખફગાદિક શસ્ત્રો ગ્રહણ કરીને કોઈ એક સ્થાને છુપાવી દીધાં. તેની કોઈને ગીતના રસમાં ખબર પણ પડી નહિ. છેવટે ગીતસુંદરી ગીત ગાઈને વિરામ પામી, ત્યારે તેઓએ લજજા પામી પિતાના હથિયાર પિતાની પાસે ન હોવાથી માગ્યાં, એટલે હાસ્ય કરતી દાસીઓએ પિતાને ઈનામ આપવાનું કબૂલ કરાવીને તેમને તેમનાં શસ્ત્રો પાછા આપ્યાં. - પછી “આ ગીતસુંદરીએ સર્વ રાજકુમારને જીતી લીધા” એમ સર્વ સભ્ય બેલ્યા, અને વાજિંત્રના ઘેષ સહિત જય જય શબ્દ વિસ્તાર પામે.
ત્યારપછી વરની પ્રાપ્તિ ન થવાથી ખેદ પામેલા રાજાએ પ્રથમની જેમ ઉપાધ્યાયને પૂછયું, ત્યારે તેણે આદર સહિત વરમાળાયુક્ત વામનને દેખાડ્યો. ત્યારે પ્રથમની જેમ વિચાર કરી રાજાએ તેને કહ્યું કે –
હે વામન ! જે તું ગીતકળા જાણતા હોય તે અમને ગીતનું સ્વરૂપ કહી પછી સર્વોત્તમ ગાયન કર.” તે સાંભળી વામન બોલ્યો કે-“હે રાજેન્દ્ર! સદ્દગુરૂના પ્રસાદથી ગીતકળાનું સ્વરૂપ કાંઈકે હું જાણું છું, તે હું સંક્ષેપથી કહું છું, સાંભળો
તંત્રી, વેણુ અને મનુષ્ય એ ત્રણથી ઉત્પન્ન થતું ગાંધર્વ-ગીત ત્રણ પ્રકારનું છે. તેમાં વિણા, ત્રિસરી, સારંગી વિગેરે અનેક પ્રકારની તંત્રી કહેવાય છે. હદયમાં મદ્રાદિક ભેદથી વિકાસ પામત રાગ તે તંત્રીના છિદ્રને સ્પર્શ કરવાથી ઉત્પન્ન થાય છે.
એ જ પ્રમાણે વંશ-વેણને વિષે પણ જાણવું. વળી વીણાને વિષે શલ્યાદિકનો ત્યાગ કરવાથી તેના નાલની શુદ્ધિ થાય છે, તથા વૃત્તાદિક ગુણો વડે તેના તુંબ-તુંબડાની શુદ્ધિ થાય છે, તેમજ વલિ-વળીયાં, સ્નાયુ-નસ અને વાળ-કેશ વિગેરેને ત્યાગ કરવાથી– ન રહેવા દેવાથી તંત્રી–તાંતની શુદ્ધિ થાય છે, એ રીતે જ વેણુ, સારંગી અને ત્રિસરી વિગેરેની પણ શુદ્ધિ ઈચ્છાય છે-કરાય છે. ઈત્યાદિક લખે શાસ્ત્રોવડે આને વિસ્તાર કહે છે. હે રાજા ! અત્યારે ઉત્સુકતાને લીધે કેટલા વિસ્તાર કહી શકાય?
૧. મંદ્ર, મધ્યમ અને તાર એટલે મંદ, મધ્યમ અને ઊંચે. ૨. વંશરૂપ દંડની. ૩. વૃત્ત એટલે ગોળાકાર.