________________
દશમ સગ.
૨૫૭ આ ઉપાધ્યાયે જ શિષ્યાદિકના અનુગ્રહ માટે આની પાસે આવું વચન બોલાવ્યું છે, પરંતુ આને વિષે તેવા જ્ઞાનનો અસંભવ છે.” આ પ્રમાણે પોતાની ભૂલનો વામને નિર્વાહ કરવાથી તે કન્યા તુષ્ટમાન થઈ અને મિતપૂર્વક મુખને મરડી આગળ નૃત્ય કરવા લાગી. તેમાં નિપુણ એવી તેણીએ ભાલાના અગ્રભાગપર પુષ્પ મૂકી ડાબે જમણુ બાર કરવડે નૃત્ય કર્યું. આ કળાએ કરીને તેણીએ સર્વ રાજકુમારને જીતી લીધા તેથી વાજિંત્રના નાદવડે વૃદ્ધિ પામેલે જય જય શબ્દ થ.
ત્યારપછી વરની ચિંતાથી વ્યાકુળ થયેલા રાજાએ ઉપાધ્યાયને પૂછ્યું કે–“તમારા વિદ્યાર્થીઓમાં હવે કોઈ પણ પરીક્ષા કર્યા વિનાનું બાકી રહ્યો છે?ત્યારે વામનના દાનથી પ્રસન્ન થયેલા ઉપાધ્યાયે વામનને દેખાડ્યો. “દાન એ ઉત્તમ વશીકરણ છે. તે જોઈ રાજાએ વિચાર્યું કે–
'આ કુરૂપને વિષે અતિશયવાળી કળાનો સંભવ જણાતો નથી; અને કદાચ હેય તે પણ તેવી કળાવડે મારી પુત્રીને તે ન જીતે તે ઠીક; કેમકે જે તે જીતે તે તેને કન્યા આપવી પડે એટલે આવા વામન પતિવડે આ કન્યાની વિડંબના ન થવી જોઈએ. તે પણ ભલે આશ્ચર્યની વૃદ્ધિ થાય. એને કરવા તે છે, કેમકે મનમાં શંકા રહી જાય તે તે શલ્યરૂપ થાય છે, અથવા તો શલ્ય સહન કરી શકાય છે, પણ અસંભવિત વિષયનો સંદેહ સહન થઈ શકતો નથી. તેમાં પણ આ સંદેહ તો પંડિતના વચનમાં ઉત્પન્ન થયે છે, તેથી તે તે અતિ દુઃસહ છે.” એમ વિચારી રાજાએ તેને કહ્યું કે –
હે વામન ! જો તું કાંઈ જાણતા હોય તો તારી નૃત્યની કળા દેખાડ. તારી કળા જેવા માટે આ સર્વ સભાસદે ઉત્સુક છે.” તે સાંભળી ભૂખ્યા માણસને બીરના ભજનના નિમંત્રણ જેવા તે રાજાના આદેશથી હર્ષ પામેલે વામન તત્કાળ નૃત્ય કરવા ઉભે થયે. તેને જોઈ વિદ્યાર્થીઓ મશ્કરી કરતા બોલ્યા કે –
તારી કળા તે પ્રથમ જ અમે જોઈ છે, અહીં કાંઈ નવી કળા બતાવવાનું છે? કુંભારની જેમ જેનું મર્દન કરવામાં તું કુશળ છે, તે માટી તે અહીં નથી.” વળી કેટલાક બોલ્યા કે–
' “શા માટે તેને નિષેધ કરે છે ? ભલે તેની નિંદા થાય, તથા લેકમાં હાસ્યની - ભલે વૃદ્ધિ થાય.” આવી વિદ્યાર્થીઓની વિચિત્ર વાણીની અવજ્ઞા કરી વામન શ્રીપંચપરમેષ્ઠીને નમસ્કાર કરી નૃત્ય કરવા તૈયાર થયે. પરીક્ષા કરીને પોતાને મનગમતા ગવૈયા તથા વગાડનારા તૈયાર કર્યા, અને પછી સર્વ સામગ્રીપૂર્વક વિશ્વને એકાંત મોહ