________________
૨૫૬
શ્રી જયાન કેવળી ચરિત્ર હતી. વામન પણ તે તે નૃત્યમાં દોષ જોઈ સુખ મરડતા હતા અને ગુણ જોઈ મુખને વિકસ્વર કરતા હતા.
આ સમયે કન્યા વિગેરે કાઈકે જ તેને પડિત ધાર્યાં હતા, અને આવા કુરૂપને વિષે કળાની નિષ્ફળતા જાણનાર કેટલાકનુ' માનવું હતું કે જેમ ઘૂણા નામના કીડા લાકડાને કાતરી ખાતાં અક્ષરે આદિની સ્વાભાવિક આકૃતિ કરી નાખે છે તેમ આ વામનનું નાટ્યરસમાં મુખ મરડવું અને વિકસ્વર થવું વિગેરે સમજ વિનાનુ` છે.
ત્યારપછી રાજાની આજ્ઞાથી ઊંચા પ્રકારના વેષવડે સર્વ અંગને ઢાંકી શુદ્ધ સામગ્ર, વડે નાટવસુંદરી નૃત્ય કરવા લાગી. સ જનાના ચિત્તને હરણ કરતી, કળાવાળા પિડતાના મને નષ્ટ કરતી અને ર'ભાદિક અપ્સરાઓની સમાનતાને ધારણ કરતી તેણીએ ચિરકાળ સુધી વિવિધ પ્રકારનુ' નૃત્ય કર્યુ. કુમારેએ કરેલાં નૃત્યામાં જે જે નૃત્યા દોષવાળાં હતાં તે તે નૃત્યો તેણીએ ખરાખર કરી ખતાવી વિવિધ હસ્તકવર્ડ નૃત્ય કર્યું.
કપાલ, નાસિકા, નેત્રની કીકી, અધરેાષ્ઠ અને સ્તન વિગેરે અવયવા જેમાં ફરકતા– નૃત્ય કરતા એવા શાસ્ત્રોક્ત ચેાસઠ હસ્તકા કરીને છેવટે કપેાલ અને નેત્રની કીકીના વિપરીત–દોષવાળા ભંગ બતાવ્યા. તે જોઈ ઘાંઘાટને નિષેધ કરી વામન ખેલ્યા કે
“ હે ભદ્રે ! પ્રથમ તે! તેં શાસ્રરીતિ પ્રમાણે ખરાખર ભકિટ અને કપેાલાદિકના ભંગા તથા હસ્તકા કર્યાં હતા, અને હમણાં હું સુભ્ર ! તે અન્નેને વિપરીત કેમ કર્યાં ? હે કળાનિપુણ ! શાસ્ત્રમાં કપાલ અને નેત્રની કીકીના આવા ભંગ કહ્યા નથી; અથવા તે શું આવા ભાવ કોઈપણ શાસ્ત્રમાં કહેલા છે ? ” આવું તેનું વચન સાંભળી આશ્ચય પામેલી તે ખેલી કે
“ હે વામન ! એ ભાવ ભરતના શાસ્ત્રમાં કહેલા છે. ” ત્યારે તે એલ્ચા કે ભદ્રે ! એમ ન એલ. ભરતનું શાસ્ત્ર મારે કઢે છે. તેમાં કાઈપણ ઠેકાણે આવા ભાવ ભરત મુનિએ કહ્યો નથી.” એમ કહી તે વામને આ વિષયમાં ભરતના જેટલા શ્લેાક હતા તે સર્વ કહી ખતાવ્યા. તે સાંભળી વિસ્મય પામીને તે કન્યા ખેલી કે
“ તા હું ભૂલી હઈશ. ” એટલે વામન બેન્ચે કે આવા કળાજ્ઞાનમાં બ્રાંતિ–ભૂલ ના સભવ નથી, પરંતુ સભાની પરીક્ષા કરવા માટે જ તે આવેા ભ્રાંતિવાળા ભાવ ખતાન્યેા છે એમ હું માનું છું, પણ આ સભામાં તે સર્વે મૃગલાએ જેવાજ જણાય છે; આવા સૂક્ષ્મ ભાવના જ્ઞાતા કાઈ સંભવતા નથી. ” આવું તેનું વચન સાંભળી સભ્યજનાએ વિચાયુ. કે–
mom