________________
દશમ સગ.
૨૫૫ તું કુરૂપ હોવાથી તેને પાસે રાખતાં મને શરમ આવે છે, અને તારી કળા 'તે હાસ્યનું કારણ છે, તેથી મારે તને કઈ રીતે આદેશ આપવો?” તે સાંભળી વામને તેને કોટિ મૂલ્યનો એક હાર આપ્યો; તેથી તેની પ્રશંસા કરવામાં સજજ થયેલા ઉપાધ્યાયે તેના સર્વ વચને અંગીકાર કર્યો, તેણે વિચાર્યું કે-“ઘણુ વિદ્યાર્થીઓને ભણાવતાં મેં મારી આખી જીંદગીમાં જેટલું ધન પ્રાપ્ત કર્યું નથી, તેટલું ધન મને આ વામને એકીવખતે આપ્યું છે, તે આ કેણ હશે?આ વિચાર કરી હર્ષ અને આશ્ચર્યથી વ્યાકુળ થયેલા તે ઉપાધ્યાય વામસહિત પરીક્ષામંડપમાં જઈ યોગ્ય આસન પર બેઠા એટલે પરિવાર સહિત સર્વે રાજકુમારાદિક અને બીજા રાજવગઓ પણ યોગ્ય સ્થાને બેઠા.
પછી શ્રીપતિરાજાની આજ્ઞાથી શ્રેષ્ઠ વાણને બેલનાર એવા પ્રતિહારે માણસેના ઘંઘાટને નિવારી ઉંચે હાથ કરી કહ્યું કે-“હે ક્ષત્રિયપુત્ર ! તમારામાંથી કોઈ પણ પિતાની નૃત્યકળા દેખાડી તે કળાવડે પ્રથમ રાજકુમારી નાટયસુંદરીને જીતી તેની સાથે પાણિગ્રહણ કરો.”
તે સાંભળી કળાના ચઢતા પ્રકર્ષવાળા ઘણુ કુમારે અનુક્રમે ગીત અને વાજિંત્રની સામગ્રીવડે અનેક પ્રકારે. નૃત્ય કરવા લાગ્યા. તેમાં વિવિધ પ્રકારના કરણવડે કેઈક કુમારે ધનુષ્યની પ્રત્યંચા-દેરી ઉપર, કેઈએ બાણના અગ્રભાગ ઉપર, કેઈએ ખની ધારા ઉપર અને કઈ એ ભાલાના અગ્રભાગ ઉપર નૃત્ય કર્યું,
કોઈએ મસ્તક પર જળને ઘડે રાખી, હાથવડે ગળાઓને ઉછાળતાં અને પગવડે ચક્રને ઘૂમાવતાં નૃત્ય કર્યું. કેઈક કુમાર દાંતમાં ત્રણ ખર્ક અને બે હાથમાં ચાર ખ ગ્રહણ કરી તે સર્વ અને ઉંબાડીયાની જેમ ઘૂમાવતે અને પોતે પણ ઘૂમતે કરણવડે નૃત્ય કરવા લાગે. કેઈક ઉધે મસ્તકે રહી ઉંચા રાખેલા બે પગ ઉપર બે સાંબેલા રાખી હાથવડે ગળાને ઉછાળતે મસ્તકવડે પૃથ્વી પર નૃત્ય કરવા લાગ્યો.
કઈક મસ્તક પર જળનો ઘડો રાખી બે હાથ વડે ખીને અને પગની આંગળીઓવડે ચક્રોને જમાડતો ઉભો રહી નાભિને વિષે ભુંગળ વગાડતો, સ્કંધ અને બાહને વિષે દીવાને રાખી જિવામાં મણિને સમૂહ પરેવી ઉત્તમ નૃત્ય કરવા લાગે.
આ પ્રમાણે સર્વ કુમારોનાં વિવિધ નૃત્ય જોઈ રાજાદિક સર્વ જન જૂદી જૂદી રીતે પ્રશંસા કરતા આશ્ચર્ય વડે મસ્તક ધૂણાવવા લાગ્યા, પરંતુ નાટયસુંદરી તે તેજ વખતે તે તે હસ્તકાદિકને વિષે વિપરીતપણને દેખાડી સર્વના કૃત્યને દૂષિત બતાવતી