________________
૨૫૪
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર રહ્યો. હમેશાં શ્રીજિનેશ્વરની પૂજાદિક કરવા લાગ્યો અને પાઠને સમયે ઉપાધ્યાયની પાસે જવા લાગ્યો. ઉપાધ્યાય જ્યારે ઘેર ગયા ત્યારે તેની પત્નીએ તેમને કહ્યું કે–“હે પ્રિય! જેનું આવું અદ્ભુત દાન છે, એવા એક વામનને જ તમે કેમ નથી ભણાવતા ? અહીં તમારી પાસે ઘણા વિદ્યાર્થી ઓ ભણે છે, તેમાં એક પણ આ દાનેશ્વરી નથી. કદાચ તે સર્વે એકત્ર થઈને પણ મને આવું બીજું કંકણ આપે તો પણ હું ઘણું માનું, તેથી ઘણા વિદ્યાર્થીઓ ભણવવાથી શું લાભ છે? આ એક વામનને જ ભણવે.” તે સાંભળી ઉપાધ્યાયે કહ્યું કે
હે પ્રિયા ! આવું કંકણ પૃથ્વી પર નથી એ ખરી વાત છે, પરંતુ તેનું જ આપેલું આ બીજું કંકણ મારી પાસે છે તે તું લે.” એમ કહી ઉપાધ્યાયે તેનું જ આપેલું બીજું કંકણ તેણીને આપ્યું. અને હાથમાં કંકણ પહેરી તે પિતાને અપ્સરાથી પણ અધિક માનવા લાગી. ઉપાધ્યાયે ફરીથી કહ્યું કે– - “હે પ્રિયા! હું તેને ભણાવું છું, પરંતુ ઘણે પ્રયત્ન કર્યા છતાં તેને કોઈ પણ આવડતું નથી.” તે બોલી કે –“હે પ્રિય! અંગનું સુંદરપણું હોય તે નૃત્ય સાધી શકાય છે, અને સુંદર કંઠ હોય તે ગીત શીખી શકાય છે. તે બને દૈવયોગથી તેનામાં નથી. પરંતુ સુખે સાધી શકાય તેવી વીણ શા માટે તેને શીખવતા નથી ?”
તે સાંભળી ઉપાધ્યાયે તેને ત્રણ વીણું ભાંગી નાખ્યાની હકીકત કહી, ત્યારે તે બેલી કે –“એકના તંત્રી દુર્બળ હતી, બીજીનું તુંબડું જીણું હતું અને ત્રીજીને દંડ સડી ગયેલો હતું, તેથી તે ભાગી નાખેલ છે માટે અતિ મજબૂત વીણ તમારે તેને આપવી. તે સાંભળી ઉપાધ્યાયે કહ્યું—“ભલે હવે એમ કરીશ.” પછી તે વિદ્યાર્થીઓની મશ્કરીને ભયથી તેને એકાંતમાં ભણાવવા લાગ્યા. - આ પ્રમાણે અનુક્રમે મહિને પૂર્ણ થયો ત્યારે પરીક્ષાનો સમય આવ્યો, એટલે રાજા પરિવાર સહિત પરીક્ષાના મંડપમાં આવ્યો. તે વખતે વિવિધ પ્રકારની કળાઓને ધારણ કરનારા પંડિત તથા નગરના લોકો પણ ત્યાં આવ્યા. રાજાના હુકમથી વિદ્યાથીઓના સમુદાય સહિત ઉપાધ્યાય જ્યારે તે મંડપમાં જવા નીકળ્યા ત્યારે વામને તેમને આ પ્રમાણે કહ્યું કે—
“મને પણ તમારે સાથે લઈ જવે. તમારી પાસે જ બેસાડે અને સમય આવે ત્યારે નૃત્યાદિક કળા દેખાડવાને મને આદેશ આપવો.” તે સાંભળી ગુરૂએ તેને કહ્યું કે
| વાર્થ :