________________
પર
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર સને હાંસી ઉપજાવે એવુ રૂપ ધારણ કરી શરીરે મનેહર વસ્ત્ર અને આભૂષણો પહેરી ઉપાધ્યાયની પાસે જઈ તેને નમસ્કાર કર્યા. તેને ઉપાધ્યાયે પૂછ્યું' કે—
“તું કાણુ છે? કયાંથી આવ્યો છે ? અને શા માટે અહીં આવ્યો છે ? ” ત્યારે તે વામન ખેલ્યો કે નેપાળ દેશમાં વિજય નામના નગરમાં રાજાના પ્રસાદના પાત્રરૂપ એક ક્ષત્રિયના હું પુત્ર છું. મારૂં નામ કુકણક છે, અને કર્માંના વશથી મારૂં આવું કુરૂપ થયું છે. મારા પિતાને હું એક જ પુત્ર છું, વળી હુ' તેને અત્યંત ઇષ્ટ છું, તેથી હું યુવાન થયો એટલે મને તે ધનાઢ્ય પિતાએ શ્રેષ્ટ અલકાર અને વસ્ત્રો આપ્યાં છે; પરંતુ આવા કુરૂપપણાને લીધે તથા કળારહિતપણાને લીધે કાઈ એ મને કન્યા આપી નથી, તેથી ખેદ પામીને હું ઘરમાંથી નીકળી ગયો છું.
અને કળા ભણવાની ઇચ્છાથી વિવિધ દેશ, પુર અને નગરાદિકમાં ભમતા ભમતા હું તમે ઉત્તમ કળાચા છે એમ સાંભળી અને રાજકન્યાઓની હકીકત સાંભળી અહીં આવ્યો છું. તે હે ગુરૂજી! મને આદરથી નાટ્યાદિક કળાઓ શીખવેા, જેથી ત્રણે રાજકન્યાઓને જીતીને હું તેમને પરણુ.... ”
આવી તેની વાણી સાંભળી રાજકુમારાક્રિક સવ હસવા લાગ્યા અને ખેલ્યા કે—— “ અહા ! આ કળાચાય ઘણા ભાગ્યશાળી છે કે જેથી તેમને આવા વિદ્યાથી પ્રાપ્ત થયો. ઉપાધ્યાય પણ આને ભણાવી કન્યાઓને આવા ભર્તાર આપવાથી રાજાને ખુશ કરી ઘણું જ ધન પ્રાપ્ત કરશે.
કન્યાઓને પણ તેમના ભાગ્યે જ આવા વર પ્રાપ્ત થશે; કેમકે આવા રૂપવાન વર કોઈ ઠેકાણે જેમ તેમ સહેલાઈથી મળી શકતા નથી. ’” આવી છાત્રાની હાંસીવાળી વાણી સાંભળી ગુરૂએ લજજા પામી તેને કહ્યુ` કે
“ હું કુમાર ! તું કળાને તથા કન્યાને લાયક નથી. ” તે સાંભળી તેણે ગુરૂની પૂજા કરવા માટે પેાતાના હાથમાંથી સવા લાખના મૂલ્યવાળું કંકણ કાઢી કુબેરની જેમ લીલાએ કરીને તેને આપ્યું; તેથી આનંદ અને આશ્ચર્ય પામી ગુરૂ તેને યત્નથી નૃત્ય શીખવવા લાગ્યા; પરંતુ તેને પગ મૂકતા પણ આવડયો નહિ, પણ કુંભારની જેમ જાણે માટીગારા ખુદતા હોય તેમ તે કઢાર અને વાંકા પગના આઘાતવડે પૃથ્વીને કપાવવા લાગ્યા. ગાળાની જેમ ઊંચે ઉછળતા અને પતના શિખરની જેમ પૃથ્વીપર પડતા તે ધબકારાના શબ્દવડે લેાકેાને અત્ય’ત હસાવવા લાગ્યો. આ પ્રમાણે એ ત્રણ દિવસ પ્રયત્નથી તેને શીખવતાં છતાં પગ માંડતાં પણ નહિ આવડવાથી ગુરૂએ ખેદ પામીને તે વામનને કહ્યું કે
R,