________________
દશમ સ
૨૫૧
તે વખતે રાજાએ ઉપાધ્યાયને ઘણું ધન આપ્યું. માતા પિતા તથા ઉપાધ્યાય પણ જૈનધર્મી હેાવાથી તેએ જૈનધમસંબંધી ક્રિયા કરવામાં તત્પર એવી પરમ શ્રાવિકાઓ થઈ.
તેમાં પહેલી કન્યા નૃત્ય કરવામાં અત્યંત નિપુણતા અને પ્રીતિને ધારણ કરતી હાવાથી રાજાએ તેનું નાટચસુંદરી નામ પાડયુ. શ્રીજૈનધમ ની ક્રિયામાં રૂચિવાળા જે કોઇ મને નૃત્યમાં જીતશે તેને જ હું પરણીશ. ” આવા પ્રકારની નાટ્યસુંદરીએ પ્રતિજ્ઞા
કરેલી છે.
ખીજી કન્યા ગીતકળામાં ચતુરાઈ અને પ્રીતિને ધારણ કરે છે, તેથી રાજાએ તેનુ ગીતસુંદરી નામ પાડયું છે, શ્રીજૈનધર્મનું પાલન કરનાર મને ગીતકળામાં જીતશે તેને જ મારા સ્વામી તરીકે સ્વીકારીશ, આવા પ્રકારની ગીતસુંદરીએ પ્રતિજ્ઞા કરેલી છે.
તથા ત્રીજી કન્યા વીણાદિક વગાડવામાં પ્રીતિ અને કુશળતાને ધારણ કરે છે, તેથી રાજાએ તેનું નાદસુંદરી નામ પાડયું છે. “ જે શ્રીજૈનધમી નાદકળામાં મને જીતશે તે જ મારે। પતિ થશે. ” એમ તેણીએ હર્ષથી પ્રતિજ્ઞા કરી છે.
આ
પ્રમાણેની ત્રણે કન્યાઓની પ્રતિજ્ઞાનુ` સ્વરૂપ રાજાએ પોતાના રાજ્યમાં પડતુ, વગડાવીને જાહેર કર્યું છે, અને ખીજા રાજ્યામાં દ્વારા જણાવ્યું છે. તેથી સમગ્ર દેશામાં તે કન્યાઓનું સર્વોત્તમ રૂપ વિગેરે સાંભળી ગુણાવડે શાભતા ઘણા રાજકુમારે અહી' આવ્યા છે.
તેઓએ પેાતપાતાની નૃત્ય, ગીત અને વાજિંત્રની કળાઓ બતાવી, પરંતુ કાઈ પણ રાજકુમાર તે કન્યાઓની સમાનતાને પણ પામ્યા નથી. તેથી રાજાએ કળાવિલાસ ઉપાધ્યાયને ઘણું ધન આપી તે રાજકુમારોને કળા શીખવવાની આજ્ઞા આપી છે; એટલે તે ઉપાધ્યાય આ નિર્જન ઉદ્યાનમાં હમેશાં આદરપૂર્ણાંક તે રાજકુમારેશને નૃત્યાદિક કળા શીખવે છે. દર મહિને મહિને રાજા તે કુમારાની અને કન્યાઓની પરીક્ષા લે છે; પરતુ આજ સુધીમાં કઈ પણ કુમાર કળામાં તે કન્યાઓને જીતી શકયા નથી; તેથી ઉત્સાહ ભંગ થઈ ને કેટલાક કુમારે જતા રહે છે અને કેટલાક નવા કુમારે આવે છે. હું ચંદ્ર ! તમે મને જે વૃત્તાંત પૂછ્યા, તે સવ` મે' યથાસ્થિત નિવેદન કર્યાં છે. ”
આ પ્રમાણે તે માણસ પાસેથી હકીકત સાંભળી કુમાર આશ્ચય પામ્યો. પછી પાતાના પલંગ અને વાદિક શસ્ત્રો કાઈ ઠેકાણે છુપાવી તે કુમારે ઔષધિવડે વામનનુ