________________
૨૫o
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર કર્યો, એટલે કુમાર પલંગપર આરૂઢ થઈ વિદ્યાધરોની સાથે નંદીશ્વર દ્વીપ તરફ ચાલ્યો. અનુક્રમે જંબૂ દ્વિીપની જગતી ઉપર ગયે. ત્યાંથી આગળ ગતિ કરવામાં શક્તિને અભાવ હોવાથી તેને પલંગ અટકી ગયે, અને વિદ્યારે તે સુખેથી આગળ ચાલ્યા. તે વખતે ધર્મકાર્યમાં અંતરાય થવાથી કુમાર અત્યંત ખેદ પામ્ય, અને પોતાની ઈષ્ટસિદ્ધિને માટે કોઈની પાસેથી આકાશગામિની વિદ્યા મેળવવાની ઈચ્છાથી તે પાછો વળ્યો.
પાછા આવતાં કેઈ નગરના ઉદ્યાનમાં આકાશ સુધી પહોંચેલા શિખર પર દેદીપ્યમાન મણિના કળશવડે સુશોભિત એક સુવર્ણમય શ્રીજિનમંદિર તેના જેવામાં આવ્યું. તે જોઈ તીર્થના દર્શન પૂજન કર્યા વિના આગળ ચાલ્યા જાઉં તે આશાતના લાગે, આ પ્રમાણે આશાતના થવાના ભયથી કુમારે પૃથ્વી પર ઉતરી વિધિપૂર્વક જિનમંદિરમાં પ્રવેશ કર્યો અને ત્યાં રહેલી રત્નમય શ્રીષભદેવ સ્વામીની દિવ્ય પ્રતિમાને નમસ્કાર કરી તથા રસ્તુતિ કરીને હર્ષથી શરીર પર માંચને ધારણ કરતા તે જિનમંદિરની બહાર નીકળ્યો.
તેવામાં તેણે રૂપ અને યૌવનવડે શોભતા, બાણ ફેંકવામાં કુશળ, પિતાના હાથમાં વીણા અને વંશ વિગેરે વાજિંત્રને ધારણ કરનાર, ગીત નૃત્યની કળાને અભ્યાસ કરવામાં રસિક, શૃંગારાદિક રસને જાણનાર અને જાણે સાક્ષાત ગંધર્વો હોય એવા ઘણા રાજકુમારને ત્યાં જતા આવતા જોયા, તથા નજીકમાં એક મનહર નગર જોયું. તેવામાં પિતાની પાસે ઉભેલા એક માણસને જેઈ નિર્મલ, બુદ્ધિવાળા શ્રી જયાનંદકુમારે તે પુરૂષને રાજકુમારનું સ્વરૂપ અને નગરનું નામ વિગેરે પૂછયું,
ત્યારે તે બોલ્યો કે—“આ લક્ષ્મીપુર નામનું નગર છે, તે જાણે સ્વર્ગની લક્ષ્મીને પણ તિરસ્કાર કરતું હોય નહી એવા પ્રકારનું આ નગર છે, આ નગરમાં દિવ્ય પરાક્રમવાળે શ્રીપતિ નામને રાજા છે. તેની સર્વ પ્રકારની સંપત્તિ જોઈ પંડિત પુરૂષે ઇદ્રની પણ નિંદા કરે છે.
તે રાજાને જુદી જુદી રાણીઓથી ઉત્પન્ન થયેલી ત્રણ પુત્રીઓ છે. તેમને વિધાતાએ ત્રણ જગતની સ્ત્રીઓના સારભૂત પરમાણુઓ લઈને જ બનાવેલી હોય એમ લાગે છે. પૂર્વના તપની ન્યૂનતા જાણનારી દેવીએ તેમનું સૌભાગ્ય પામવા માટે ફરીથી ઉત્કટ તપ કરવા મનુષ્ય જન્મની ઈચ્છા કરે છે. તે ત્રણે પુત્રીઓ યોગ્ય વયની થઈ ત્યારે સર્વ કળાચાર્યોમાં ઉત્તમ, ગાંભીર્યાદિક ગુણએ કરીને શ્રેષ્ઠ અને જૈન ધર્મમાં કુશળ કળાવિલાસ નામના બ્રાહ્મણ ઉપાધ્યાય પાસે તે ત્રણે કન્યાઓને ભણવા મૂકી. ભાગ્યથી ઉત્પન્ન થયેલી તીવ્ર બુદ્ધિને લીધે થોડા દિવસમાં જ તે સર્વ કળાઓ શીખી ગઈ