________________
૨૪૮
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર સહિત પિતાના નગર તરફ રવાના થયો. ત્યાં પહોંચ્યા પછી યોગ્ય સમયે પ્રાપ્ત થયેલા સદ્દગુરૂ પાસે સદુપદેશ સાંભળીને શુદ્ધ ભાવથી તેણે વિધિપૂર્વક શ્રાદ્ધધર્મ અંગીકાર કર્યો.
પ્રાપ્ત થયેલા તે ધર્મને ચિંતામણિરત્નની જેમ દુર્લભ માનતે પદ્મરથ રાજા શુદ્ધ બુદ્ધિથી સમ્યફપ્રકારના મન, વચન અને કાયાના યોગથી પાળવા લાગ્યો. નરક આપનાર નાસ્તિકધર્મને ત્યાગ થવાથી અને સદ્ધર્મને લાભ થવાથી રાજાએ પિતાને બંધાદિક જે આપત્તિ પ્રાપ્ત થઈ હતી તેને તત્ત્વથી સંપત્તિરૂપ માની લીધી.
હવે અહીં શ્રી જયાનંદકુમાર સ્નેહ અને યૌવનવડે રતિ અને પ્રીતિના જેવી બંને રમણીઓની સાથે કામદેવની જેમ કીડા કરતા હતા. એ કુમારનું મૂળ નામ જાણનાર કે ઈપણ ત્યાં હતું નહિ, તેમજ તે પિતે પિતાનું નામ કહેતા નહોતા, તેથી સર્વત્ર તેના ગૌણ નામ જ પ્રસિદ્ધ થયા હતા.
તેમના દાન, લીલા, ધન, ઐશ્વર્ય, બળ, રૂપ અને કળાદિક અત્યંત ઉત્કૃષ્ટ ગુણો અને ક્ષત્રિયતેજને જોઈ આશ્ચર્ય પામેલા રાજાદિકે તેનું ક્ષત્રશ્રવણ નામ પાડ્યું. તે કુમારના પ્રભાવથી કમળપ્રભરાજાનું રાજ્ય પણ ચારેબાજુથી વૃદ્ધિ પામ્યું. તે કુમારમાં પરોપકારાદિક અનુપમ ગુણો હોવાથી તેને પરિવાર તેના પર અતિભક્તિવાન થયે. તેને સ્નેહવાળા મિત્રે પણ ઘણા થયા અને સર્વ જન તેના અનુરાગી થયા. કુમારના પુણ્યપ્રભાવથી તેના ઘરમાં લક્ષમી, સર્વ જનના મુખમાં તેના ગુણની સ્તુતિ, સર્વ દિશાઓમાં કીતિ અને યુદ્ધમાં જયલક્ષ્મી વિલાસ કરવા લાગી. .
આ પ્રમાણે તપગચ્છના સ્વામી પૂજ્ય શ્રીદેવસુંદરસૂરિ અને શ્રી જ્ઞાનસાગરસૂરિના શિષ્ય શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા જયશ્રીના ચિન્હવાળા શ્રી જયાનંદ કેવળી રાજર્ષિના ચરિત્રને વિષે આ સર્ગમાં આકાશગામી પલંગના બળથી ભિલ્લરૂપે શ્રીજયાનંદકુમાર વિજય સુંદરી પ્રિયા સહિત કમળપુર નગરમાં ગયા, ત્યાં કમળપ્રભ રાજાના પુત્ર વિગેરેને ઉપકાર કર્યો, વિજય સુંદરીના પિતા પમરથ રાજાને જીતી તેને જૈનધર્મ પમાડ્યો અને કમળસુંદરીને પરણ્યા. ઈત્યાદિક હકીક્તવાળે આ નવમો સર્ગ પૂર્ણ થયા.
-~
@_
_ _
EFFE E