________________
નવમે સગર
२४७ બતાવ્યું છે, કેમકે તેને તમે આપત્તિમાં નાખી તે પણ તેને પુણ્યગે સંપત્તિ પ્રાપ્ત થઈ છે. તેથી જેનું ફળ પ્રગટ જોવામાં આવ્યું છે એવા ધર્મને વિષે કેણ બુદ્ધિમાન મંદ આદરવાળે રહે?”
આ પ્રમાણે કુમારનું વચન સાંભળી પવરથ રાજા બોલ્યા કે “હે કુમાર ! હું તમારાથી પ્રતિબંધ પામે છું અને શાસ્ત્રથી ધર્મને જાણું છું. છતાં તે હું ગુરૂ પાસેથી ગ્રહણ કરીશ. હવે તમે શંકા રાખશો નહિ.”
કુમારે કહ્યું—“તમને ધન્ય છે, કે તમે થોડા પ્રયત્નથી જ પ્રતિબોધ પામ્યા. કેમકે જે દુબુદ્ધિવાળા હોય છે તે તો મોટી આપત્તિ આવ્યા છતાં લાંબાગાળે પણ પ્રતિબંધ પામતા નથી.”
ત્યારપછી સ્નેહ અને હર્ષથી કમળપ્રલરાજાએ મોટા ગૌરવવડે પિતાની બહેનન પતિ પદ્યરથ રાજાને પરિવાર સહિત સ્નાનભેજનાદિક કરાવ્યું, અને વસ્ત્ર, અલંકાર વિગેરે ઘણું આપી તેને ઘણો જ સત્કાર કર્યો. પછી કુમારની અનુમતિથી તેણે પધરથ રાજાને છત્રચામરાદિક મેટી સમૃદ્ધિપૂર્વક ગૌરવસહિત તેને સિન્યમાં મોકલ્યા.
પછી કમળપ્રભ રાજાએ કુમારને પ્રાર્થનાવડે મનાવી તેનામાં જ અનુરાગવાળી થયેલી કમળસુંદરીને શુભ મુહૂર્તે ઘણા જ હર્ષ અને ઉત્સાહવડે ભગવતી રાણીએ માંગલિક કાર્યો કરવાપૂર્વક શ્રીજયાનંદકુમાર સાથે પરણાવી. શ્રીકમળપ્રભ રાજાએ કુમારને બળાત્કારે એક મોટે દેશ આપે, તે કુમારે નવી પ્રિયાને જ સ્વાધીન કર્યો, અને રાજાએ ગજાદિક સામગ્રી આપી તે તેણે ગ્રહણ કરી નહિ.
પછી રાજાએ આપેલા સુંદર આવાસમાં તે કુમાર બંને પ્રિયા સહિત વિલાસ કરવા લાગ્યો, અને પ્રથમની જેમ નિરંતર પ્રાપ્ત થતા રવડે દાનાદિક સુકૃત કરવા લાગ્યો. પછી પદ્મરથ રાજાએ પણ પુત્રીના વિવાહ સમયને ઉચિત સર્વ ભક્તિ જમાઈની કરી અને તેણે પણ એક દેશ આપ્યો, તે તેમને ખેદ ન થાય તેટલા માટે કુમારે ગ્રહણ કર્યો અને તે પહેલી પ્રિયા વિજયસુંદરીને આધીન કર્યો..
ત્યારપછી કમળપ્રભ રાજાએ નેહપૂર્વક સત્કાર કરી જવા માટે સંમતિ અપાયેલી કમળા રાણી વધુવરને શીખામણ આપી તેમની રજા લઈ ભર્તાર પદ્યરથ રાજાએ તેને અપરાધ ખમાવવા પૂર્વક મનાવેલી હોવાથી પરસ્પર સ્નેહના અધિકપણને લીધે હર્ષ પામીને તે ભર્તારની સાથે જવાને તૈયાર થઈ
કમળપ્રભ રાજાએ અને કુમારે સત્કાર કરાયેલે પદ્યરથ રાજા પ્રિયા તથા સૈન્ય