________________
૨૪૬
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર હે પુત્રી ! હૃદયમાં ઉત્પન્ન થતા સ્નેહના ઉલ્લાસથી તને કાંઈક તે જાણી હતી, પરંતુ રૂપાંતર હોવાથી વાદળાથી ઢંકાયેલી તું ચંદ્રકાંતિની જેમ ઓળખાણી નહતી. આજે તારા મૂળરૂપે તારા સંગમનું એકાંત સુખ પ્રાપ્ત થવાથી અમારે જન્મ સફળ થયે છે, અને અમારા સર્વ મનોરથ પૂર્ણ થયા છે અને સર્વ વિપત્તિઓ દૂર ચાલી ગઈ છે.”
પછી કુમારે પણ સાસુને પ્રણામ કર્યા. ત્યારે માંગલિક કાર્યોને કરતી એવી તેણીએ પણ તેને સેંકડે આશીર્વાદ આપી પિતાને આત્મા જ જાણે, એ ઉત્કૃષ્ટ હર્ષ ધારણ કર્યો. પછી કુમારની રજા લઈ તે કમળા રાણી પુત્રી સહિત પિતાને સ્થાને ગઈ. અને ત્યાં સ્વજનેને તે પુત્રી દેખાડીને સર્વને અદ્વૈત આનંદ આપે. કમળપ્રભ રાજાએ પણ માટે વર્યાપન મહોત્સવ કર્યો અને સમગ્ર નગર પણ વિવિધ પ્રકારના મહત્સવમય કરાવ્યું.
ત્યારપછી શ્રીજયાનંદકુમારે પિતાના સસરા શ્રીપદ્મરથ રાજાને નમસ્કાર કરી તથા ખમાવી તેને પ્રતિબોધ કરવા માટે આ પ્રમાણે ઉપદેશ આપે કે –“હે ભૂપ! તમે રાજા અને બીજા સર્વ તમારા સેવક, તમે દાતાર અને બીજા યાચકે, તથા તમે પિષણ કરનાર અને બીજા પિષણ કરવા લાયક, આ પ્રમાણે જે વ્યવસ્થા છે તે સર્વ ઓછાવત્તા પુણ્યનું જ ફળ છે.
સપુરૂષેના ઘરમાં ચારેતરફ ઈચ્છિત લક્ષમીઓનો વિલાસ, મુખને વિષે પ્રશંસા કરવા લાયક વાણી, હૃદયમાં શ્રેષ્ઠ બુદ્ધિ, શરીરમાં સૌભાગ્ય લક્ષ્મી, બાહુને વિષે અસાધારણ બળ અને દિશાઓમાં કીર્તિને પ્રચાર, એ સર્વ જિનધર્મથી પ્રાપ્ત થાય છે. પુણ્યશાળી જીવોના ભેગને માટેજ પૃથ્વી નિધાનને ધારણ કરે છે, ખાણો મણિઓને ધારણ કરે છે, વૃક્ષે ફળને ધારણ કરે છે, તામ્રપર્ણી નદી મતીને ધારણ કરે છે, લતાઓ પુને ધારણ કરે છે, અને વિધ્યાચળ પર્વતની પૃથ્વી હાથીઓને ધારણ કરે છે. કારીગરોની કરેલી કારીગરીઓ, કર્મકારનાં કરેલાં ઉત્તમ કર્મો અને કળાવાનની શીખેલી કળાઓ, એ સર્વ પુણ્યવંતનેજ સુખના ઉપગ માટે હોય છે.
નીચ કુળમાં જન્મ, અત્યંત દારિદ્રય, દુર્ભાગ્યપણું, વ્યાધિઓ, ખરાબ કુટુંબને યોગ, કઠેર વાણી, વધ, પરાભવ, અપયશ અને ઈષ્ટજનને વિગ-એ સર્વે પાપવૃક્ષનાં ફળ છે. માટે હે રાજેન્દ્ર! તમે શાસ્ત્ર ભણ્યા છો, ઉચ્ચ કુળમાં જન્મ્યા છો, વિવેકીજમાં અગ્રેસર છે અને મોટા આશયવાળા છે. તેથી આ ભવ અને પરભવમાં હિતકારક એવો ધર્મ કરી આ મનુષ્ય જન્મ સફળ કરે. તમને તમારી પુત્રીએજ સાક્ષાત્ ધર્મનું ફળ